કોરોના વાયરસ સંક્રમણ સામે આખો દેશ લડી રહ્યો છે. આ સંક્રમણે સેંકડો લોકોના જીવ લઈ લીધા છે જ્યારે 56 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. સંક્રમણને જોતા દેશમાં 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. પરંતુ આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે કે તે આ લૉકડાઉનને આખો મે મહિના સુધી લાગુ રાખી શકે છે. રાજ્ય સરકાર મુંબઈ, પૂણેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જ્યાં રાજ્યના 90 ટકા કોરોના સંક્રમિત લોકો છે. એવામાં રાજ્ય સરકાર એ વિસ્તારોમાં લૉકડાઉનને મેના અંત સુધી લાગુ રાખવા પર વિચાર કરી રહી છે કે જ રેડ ઝોન હેઠળ આવે છે.
આખો મે મહિનો રહી શકે છે લૉકડાઉન
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા સર્વપક્ષીય બેઠક કરી જેમાં તમામ પક્ષોના નેતાઓએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. આ બેઠકમાં મુ્ખ્યમંત્રીએ એ અંગેના સંકેત આપ્યા કે રાજ્યમાં જે વિસ્તારો રેડ ઝોનમાં આવે છે ત્યાં લૉકડાઉન મે મહિના સુધી લાગુ રહી શકે છે જેથી અહીં કોરોના સંક્રમણને ફેલાતુ રોકી શકાય છે. તમને જણાવી દઈએ કે એકલા મહારાષ્ટ્રમાં લગભગ 18000 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સર્વપક્ષીય બેઠકમાં મનસે ચીફ રાજ ઠાકરેએ કહ્યુ કે એસપીઆરએફના જવાનોને કન્ટેનમેન્ટ ઝોનમાં તૈનાત કરવામાં આવે. મુંબઈ કન્ટેનમે્ટ ઝોન હેઠળ આવે છે.
રાજ ઠાકરેએ કરી માંગ
રાજ ઠાકરેએ કહ્યુ કે સરકારે કોઈ પણ પ્રકારના ભ્રમને ખતમ કરવા માટે 10-15 દિવસ પહેલા આ બાબતે લોકોને માહિતી આપવી. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર દ્વારા દારૂના વેચાણના નિર્ણયની ટીકા કરી છે. તેમણે માંગ કરી છે કે ઔદ્યોગિત સેક્ટરને આર્થિક પેકેજ આપવાાં આવે જેથી લૉકડાઉનના કારણે આર્થિક નુકશાનની ભરપાઈ કરી શકાય. આ બેઠકમાં ઘણા અન્ય નેતાઓએ પણ સૂચનો સરકાર સામે રાખ્યા.
સર્વાધિક સંક્રમિત મહારાષ્ટ્રમાં
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ અટકવાનુ નામ નથી લેતુ. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 17974 છે જ્યારે 694 લોકોના મોત થઈ ગયા છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં કોરોના વાયરસથઈ 472 લોકોના મોત થયા છે જ્યારે 13717 લોકો કોરોનાથી સંક્રિત છે. વળી, પૂણેની વાત કરીએ તો અહીં141 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2406 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. નાસિકમાં 31 લોકોના મોત નીપજ્યા છે. અહીં 715 લોકો સંક્રમિત છે. ઔરંગાબદામાં 13 લોકોના મોત થયા છે. 468 લોકો સંક્રમિત છે. જ્યારે અકોલામાં 21 લોકોના મોત થયા છે, 290 લોકો સંક્રમિત છે.
Hits: 98