Breaking News

સુરતની નવી સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીની કાળજી ના લેવાતી હોવાની ફરિયાદ

થોડા દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને યોગ્ય વ્યવસ્થા માટે ન મેસેજ વાયરલ થયા હતા ત્યારબાદ આજે કોરોના માં સપડાયેલી નવાગામની યુવતીને યોગ્ય સુવિધા મળતી નહીં હોવાનો વિડિયો અને ઓડીયો વાયરલ થયો છે.

નવી સિવિલ ખાતે મળેલી વિગત મુજબ નવાગામમાં રહેતી 24 વર્ષીય કોમલનો આજરોજ વીડિયો અને ઓડીયો વાઈરલ થયો છે . જેમાં તેને કહ્યું છે કે સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવેલી યુવતીએ જણાવ્યું હતું કે પરિવારને ક્વોરન્ટાઈ કરવામાં આવ્યું છે મને કોઈ મદદ ઘરેથી મળતી નથી.

સિવિલમાં મારી કાળજી કોઈ રાખતું નથી મને શરીર દુ :ખાવા અને તાવની ફરિયાદ કરી હતી બાદ કોઈ ડોક્ટર ધ્યાન નથી આપતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા બાથરૂમ જવા માટે પણ કોઈ મદદ નથી કરતું . સેનિટાઈઝ માગ્યું તો એ પણ આપતા નથી ત્યાં પૂરતી સુવિધા નહીં હોવાના જણાવ્યું હતું.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ કોરોનામાં સપડાયેલા સીટી લાઈટના યુવાનનો મેસેજ વાયરલ થયો હતો પાણી સહિતની સુવિધા મળતી નથી આ ઉપરાંત અગાઉ પણ ભોજન બરાબર મળતુ નહીં હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી.

Hits: 57

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?