અંગ્રેજી વેબસાઇટ ‘ન્યૂઝ18’ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
જે પત્રકારનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, તેમનામાં કોરોના વાઇરસનાં કોઈ લક્ષણો જોવાં મળ્યાં નહોતાં એવો દાવો વેબસાઇટે કર્યો છે.
આ પહેલાં એક વીડિયો એડિટર અને એક કૅમેરામૅનનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.
Hits: 90