Breaking News

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે જ્યારે બહુ ઓછા કેસ હતા.. અને લોકડાઉન ને કારણે લોકો આવશ્યક ચીજવસ્તુઓ માટે કે તેના નામે બહાર નીકળવા મંડ્યા જેને કારણે કેસો ની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો થયો..
કોરોના મહામારી છે, તેની ના નથી પણ આ મહામારી ટાણે ખાલી ગરીબ નહિ દરેક વર્ગ ના લોકો આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યા છે.. તો બીજા દેશો ની માફક કેમ તેમના ખાતામાં પૈસા નથી આપતા..
એક તરફ ઉદ્યોગો અને સેવાકીય ઉદ્યોગોમાં પગાર ચાલુ રાખો એવી વાત કરી પણ આ ઉદ્યોગો ના કરવેરા કેમ માફ નથી કરતા.. આંતર રાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ના દામ કોડી ના થઇ ગયા છે , પણ હજી પેટ્રોલ પંપ પર ભારતમાં 70 રૂપિયા માં પેટ્રોલ વેંચાય છે.. તો તેના ભાવ કેમ કેન્દ્ર સરકાર ઓછા નથી કરતી.
જીએસટી, સેસ જેવા ટેક્સ માફ કરવાની જાહેરાત કરવાની સરકારને ઈચ્છા નથી ..અને સમાચાર માં જીએસટી એકત્ર કરવામાં મોટું નુકસાન ની જાહેરાત થાય છે.
એક સામાન્ય વ્યક્તિને ધંધો અને રોજગારી અને જીવ સરખોજ વ્હાલો હોય છે.. તે સરકાર ભૂલી ગઈ છે..

કોરોના ને યુધ્ધ સાથે સરખાવતા મોદીજીએ છેલ્લા એક માસ માં દરેક શહેરના કેટલા વિસ્તારમાં સેનીતાઇઝેશન થયું તેનો સાચો આંકડો જાણવો જોઈએ. છેલ્લા 25 વર્ષોથી ગુજરાતમાં ભાજપ છે અને હાલ દેશમાં સંક્રમિત ની સંખ્યા માં બીજા નંબર પર ગુજરાત આવે છે, તો ગુજરાત માં મંત્રીઓ કે અધિકારીઓ શુ કરી રહ્યા છે.. સોસાયટીમાં સેનિતાઈઝેશન કેમ કરાવતા નથી.. કોરોના લોકડાઉન થી મટતું નથી તે માટે પ્રયાસ કરવા પડશે…બાકી જૂન સુધી આજ રીતે લોકડાઉન લંબાવ્યા કરશો તો પણ કઈ ખાસ ફરક પડશે નહિ.

Hits: 227

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?