ગુજરાતમાં કમોરોના વાયરસને લઈને એક પછી એક ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ પ્રાપ્ય વિગતો અનુસાર ગુજરાત રાજ્યના મુખયમંતી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ક્વોરેન્ટાઇન કરવામાં આવી શકે છે કારણકે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને આજે ઇમરાન કેળાવાળાનો રિપરત આવતા પહેલા CM રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ ઇમરાન ખેડાવાળા સાથે મુલાકાત કરી હતી.
ઇમરાન ખેડાવાળાનો કોરોના રિપોર્ટ પોઝટિવ આવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે કારણકે તેમને CM વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત રી હતી અને હવે આ અમલ કમ વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને ક્વોરેન્ટાઇ કરવામાં આવી શકે છે.અમદાવાદમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં કેસ વધુ હોવાને કારણે કર્ફ્યુ લાગુ કરાયો છે. અમદાવાદમાં કુલ 373 પોઝિટિવ કેસ અને 13 લોકોનાં મોત નિપજ્યા છે. સુરતમાં કોરોનાનાં કુલ 42 કેસ અને 4નાં મોત નિપજ્યા છે. વડોદરામાં 113 કેસ અને ચારનાં મોત થયા છે. રાજકોટમાં 18 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે 33 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને વધુ 2 દર્દીઓનાં મોત નિપજ્યા છે. ચાર દર્દીઓએ કોરોનાને માત આપતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આણંદમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં 22 કેસ, વડોદરામાં 6 કેસ, ભાવનગર અને છોટાઉદેપુરમાં 2-2 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 650 પોઝિટિવ સામે આવ્યા છે.
24 કલાકમાં 1733 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 15984 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 650 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાંથી 555 લોકો સ્ટેબલ છે અને આઠ લોકો વેન્ટિલેટર પર છે. અમરેલી, અરવલ્લી, બોટાદ, દ્રારકા, ડાંગ, નવસારીમાં કોઈ કેસ સામે આવ્યા નથી. તો કોરોનાને કારણે મૃ઼ત્યુદર 28 પર પહોંચ્યો છે.
Hits: 611