અમદાવાદ
એરપોર્ટ પર કલાકોની રાહ જોયા બાદ કેબવાળા પહોંચે છે અને ઓર્ડર મુસાફરો પાસે કેન્સલ કરાવે છે.
- કલાકોની રાહ જોવા છતાં ઓનલાઇન બુકિંગને કેબચાલક કેન્સલ કરતા નથી અને મુસાફરોને દબાણ કરે છે
એરપોર્ટ પર મુસાફરોને ઘરે કે નિયત સ્થળે પહોંચવા કેબની રાહ જોવી પડે છે.
એરપોર્ટથી ઓઢવ જવાનું ભાડું રૂ. એક હજાર
ઓલા અને ઉબેર ટેક્સીચાલકો ઓઢવ વિસ્તારમાં જવાના 1000 અને સરખેજમાં 2000 રૂપિયા માગી રહ્યા છે. અમદાવાદમાં રહેતા ધીરજ જૈને The Amedabad buzz સાથે વા તચીતમાં જણાવ્યું હતું કે હું ચેન્નઈથી અમદાવાદ સવારે ફ્લાઈટમાં આવ્યો છું. એક કલાકથી ઓલા અને ઉબેર ટેક્સી માટે ઓનલાઇન બુક કરાવ્યું હતું ત્યારે ઓલામાં ઓઢવ જવાના 1000 રૂપિયા માગ્યા હતા. ઉપરાંત તેઓ કેન્સલ નથી કરતા, અમને કેન્સલ કરવાનું કહે છે. હું એક કલાકથી રાહ જોઈ રહ્યો છું.
એરપોર્ટથી BRTS દ્વારા બસ સેવા શરૂ કરાઈ છે.
એરપોર્ટ પર BRTS દ્વારા પેસેન્જર માટે બસ સેવા
અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે, પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. મન ફાવે તેમ ભાડા માગી રહ્યા છે. વહેલી સવારે આવેલી ફ્લાઇટના મુસાફરો BRTS બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મૂકવામાં આવેલી BRTSમાં ગત મોડી રાતે 8થી સવારે 4 વાગ્યા સુધીમાં 9 ટ્રિપ અને 74 પેસેન્જર મળ્યા હતા. આજે સવારે 4થી બપોરે 11.30 સુધીમાં 9 ટ્રિપમાં 185 પેસેન્જર મળ્યા છે.
Hits: 109