Breaking News

दिलवाले बाईक पर दुल्हन ले गए:પોલીસે કેક કપાવીને સન્માન કર્યું

લોકડાઉનનું (Lockdown) પાલન કરતા એક દુલ્હો પોતાની દુલ્હનને (bride-groom) બાઈક ઉપર લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. પોલીસે (police) જ્યારે તેનો રોક્યો તો લોકડાઉન દરમિયાન તેની સાવધાની જોઈને પોલીસ પણ ખુશ થઈ હતી. અને દુલ્હા-દુલ્હન પાસે લગ્નની કેક કટ કરાવી હતી.

19 એપ્રિલે પંજાબના મોગા જિલ્લામાં આ ઘટના બની છે. મોગા જિલ્લામાં રહેતા કૃષ્ણસિંહ અને ફિરોઝપુર જિલ્લામાં રહેતી મંજીતા કૌરના લગ્ન હતા. લગ્ન કરવા માટે દુલ્હા પોતાના ઘરેથી પાંચ સભ્યોને લઈને આવ્યો હતો.

20 એપ્રિલે લગ્ન કરીને પરત ફરતા સમયે દુલ્હા કૃષ્ણસિંહ, દુલ્હનને પોતાની બાઈક ઉપર બેસાડીને ઘરે લઈ જઈ રહ્યો હતો. ઘરે પહોંચતા પહેલા તેની રાહમાં પોલીસને જોઈને તે ગભરાયો હતો.

ત્યારબાદ પોલીસવાળા સાથે બાઘા પુરાના ભગત સિંહ ચોકી પહોંચ્યાં તો વેડિંગ કેક સાથે પહેલાથી જ વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર હતો. પોલીસ સ્ટાફે તેમનું તાળીઓથી સ્વાગત કર્યું હતું અને તેમની પાસે વેડિંગ કેક કપાવી હતી. ત્યારબાદ તેમને ઘરે મૂકવા ગઈ હતી.

ડીએસપી રવિન્દર સિંહના જણાવ્યા પ્રમાણે અમારી પાસે ઈ પાસ માટે આવ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે ઓછામાં ઓછા લોકો લઈને જાય. તેમણે નિયમનું યોગ્યરીતે પાલન કર્યું હતું. એટલે અમારી પણ ફરજ બને કે તેમનું સમ્માન કરીએ.

Hits: 70

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?