વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…
ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા કરી શકાય એ અમે શીખ્યા… ડો.સુકેતુ..
વેન્ટિલેટર કેર હેઠળ સારવાર લેનારા
અરવિંદભાઈ પટણી સહિત ચાર દર્દીઓએ કોરોના ને હરાવ્યો….
ગોત્રી ખાતેની ખાસ કોવીડ હોસ્પિટલના તબીબો અને સ્ટાફના આજે અનેરા આનંદ અને મહેનત સાર્થક થયાની લાગણી ફરી વળી હતી.આમ,તો અહીંની સારવાર થી અત્યાર સુધીમાં લગભગ 23 જેટલા કોરોના દર્દી સાજા થઈને ઘેર જઈ ચૂક્યા છે.આજે પણ અરવિંદભાઈ પટણી સહિત ચાર સ્વસ્થ થયેલા દર્દીઓને રજા આપવામાં આવી હતી.
પરંતુ એમાં અરવિંદભાઈને સાજા કરવા એક પડકાર હતો અને તબીબો એ પોતાના જ્ઞાન,કુશળતા અને નિષ્ઠાના બળે એમનું જીવન બચાવવાનો જંગ જીતી લીધો હતો.
અરવિંદભાઈ 10 મી એપ્રિલે દાખલ થયાં હતાં અને ત્રણ અઠવાડિયાની સઘન સારવાર પછી આજે સાજા થઈને ઘોડીભેર હોસ્પિટલમાં થી બહાર આવ્યા ત્યારે એમના ચહેરા પર ડોકટરો એ નવું જીવન આપ્યાની કૃતગ્યતા નો આનંદ વર્તાતો હતો.
સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના તબીબ અને હાલ ગોત્રી ખાતે કાર્યરત ડો.સુકેતુ એ ખુશીની લાગણી સાથે જણાવ્યું કે કોરોના પોઝિટિવ માં વેન્ટિલેટર હેઠળના દર્દી ને બચાવવો એ ઘણું જ કપરું કામ છે.એટલે અરવિંદભાઈ સાજા થયાં એ અમારે માટે ગર્વની વાત છે.એમની સારવાર માં થી અમે શીખ્યા છે કે ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો દર્દીને વેન્ટિલેટર પર થી બહાર લાવીને સાજો કરી શકાય.
અમારે મન વેન્ટિલેટર વાળું પેશન્ટ ઘેર જાય એ ઘણો મોટો વિજય છે.
સયાજી હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના અને હાલમાં કોવીડ સારવાર સુવિધા ખાતે કાર્યરત ડો.અંકિતા એ જણાવ્યું કે વેન્ટિલેટર પર થી ક્રમશ: રૂમ એર પર લાવી સઘન સારવાર આપવાનો મોટો પડકાર આ કેસમાં અમારી સામે હતો.એમના દરરોજ રિપોર્ટ કરાવવામાં આવતા, એ પ્રમાણે દરરોજ સારવારમાં ફેરફાર કરવા અને એ પ્રમાણે વેન્ટિલેટર નું સેટિંગ કરવું એ ખૂબ ઝીણવટ માંગી લેનારું કપરું કામ હતું. અમે એ કરી શક્યા અને દર્દીને બચાવી શક્યા એનો આનંદ છે.
બંને ડોકટરો એ જણાવ્યું કે અહીંના યુનિટ હેડ ડો.ચિરાગ રાઠોડ અને એનેસ્થીસિયા નોડલ ડો.નીતા બોઝ એ અમને અમારી શક્તિઓમાં વિશ્વાસ મૂકી જાતે સ્વતંત્ર રીતે સારવાર કરવાની છૂટ આપી અને અમને સફળતા મળી એનો અમને ગર્વ છે. એમણે ખૂબ શીખવાડ્યું અને અમારા પર ભરોસો કર્યો.
અરવિંદભાઈએ એમની અમદાવાદ રહેતી પુત્રી સાથે ખૂબ લગાવ હોવાથી તબીબો એમને રોજ વોટસઅપ દ્વારા વાત કરાવતા અને એ રીતે એમને સાંત્વના મળતી.એમના માટે રોજ ઘેર થી હાઈ પ્રોટીન ડાયેટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે એમના ઉપરાંત અશોક પટણી,નિલોફર પઠાણ અને માયાબહેન શર્માને સાજા થતાં રજા આપવામાં આવી હતી.ત્રણ દર્દી નાગરવાડા ના અને એક સમા ના હતાં. આમ,આજના દિવસે કોવીડ કેર સેન્ટરમાં સાજા થયેલા 25 અને ગોત્રીની 4 મળીને કુલ 29 કોરોના મુકતો હોસ્પિટલમાં થી મુક્ત થયાં હતાં.
Hits: 91