કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ ઉડ્ડયન સેવા શરૂ થાય ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે કયા પ્રકારની તકેદારી રાખવી તેના અંગે કસ્ટમ્સ-ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વિવિધ સૂચનો કરવામાં આવેલા છે.
કસ્ટમ્સ-ઈમિગ્રેશન દ્વારા કરાયેલા સૂચન અનુસાર એરપોર્ટ શરૂ કરવામાં આવે ત્યારે લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવું જોઇએ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કસ્ટમ્સ-ઈમિગ્રેશન સ્ટાફને કોરોના સામે રક્ષણના તમામ સાધનો પૂરા પાડવાની તાતી જરૂર છે.
ઈમિગ્રેશન એરાઇવલ એરિયા ખૂબ જ નાનો અને સાંકડો છે , જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ રહે નહીં તેની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ રહે તેની પણ ખાસ પૂર્વતૈયારી રાખવાની જરૃર ઉભી થઇ છે. રન-વેથી એરાઇવલ ગેટ તરફ આવતા મુસાફરો સેનેટાઇઝ ટનલમાંથી જ આવે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. મુસાફરોના હેન્ડ બેગેજને પણ યોગ્ય રીતે સેનેટાઇઝ કરવામાં આવે.
ફ્લાઇટના આગમન અને વિદાય બાદ અરાઇવલ એરિયાનું સઘન રીતે સેનેટાઇઝેશન કરવામાં આવવવું જોઇએ. કસ્ટમ્સના હેન્ડ બેગેજ સ્કેનિંગ એરિયાને ઈમિગ્રેશન એરિયામાં શિફ્ટ કરવાની જરૃર છે. જેના દ્વારા એરાઇવલ ઈમિગ્રેશન એરિયામાં વધુ લોકો એકત્ર થાય નહીં.
આ ઉપરાંત પ્રવાસીઓને પણ ઓછામાં ઓછા લગેજ સાથે મુસાફરી કરવાની પણ અપીલ કરાઇ છે. આ ઉપરાંત મુસાફરો એરપોર્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓના ઓછામાં ઓછા સંપર્કમાં આવે અને ઓનલાઇન ચેક-ઈનનો જ ઉપયોગ કરે તેવી પણ ભલામણ કરવામાં આવેલી છે.
Hits: 55