ગુજરાતના લોકો લોકડાઉનનો પાલન ન કરતા CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કર્ફ્યુ આજે મધ્યરાત્રીથી લાગૂ થશે. તેની સાથે તેમણે જણાવ્યુ કે, 20મી એપ્રિલ પછી સરકારી કચેરીઓ સહિત અમુક કચેરીઓ કાર્યરત થશે. જમાવી દઈએ કે, અગાઉ અમદાવાદ અને સુરતમાં કેસોની સંખ્યા વધતા ત્યાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.
અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજકોટના જંગલેશ્વર ખાતે લોકડાઉન હોવા છતા પણ લોકોની અવર-જવર જોવા મળી રહી છે. તેથી એ વિસ્તારમાં કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરફ્યૂ આજ મધરાતથી લાગૂ થશે. જંગલેશ્વર વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં જંગ્લેશ્વરમાં જાહેરનામાનો ભંગ થતો હતો. તેમણે કહ્યું કે નિયમોનું પાલન થાય તે માટે જંગ્લેશ્વરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા રાજકોટ કલેક્ટર સાથે આજે વાત કરી હતી. કલેક્ટર સાથે પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. લોકડાઉન હોવા છતા લોકોની અવર-જવર ચાલુ હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ કડક પગલા લેવાના સૂચન આપ્યા છે. CM રૂપાણી સાથે મુખ્ય સચિવ અને DGP પણ રહ્યાં હાજર હતા.
Hits: 211