તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..
સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત થયેલા નિખિલ પટેલને આજે જી.એમ. ઇ.આર.એસ.ના તબીબો અને નર્સિંગ સ્ટાફે ભાવસભર વિદાય આપી હતી.સહુ એ એમને તાળી નાદ થી વધાવી લઈને એમનો ઉત્સાહ વધાર્યો હતો.
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે 55 વર્ષની ઉંમરના અને રોગ મુક્ત થયેલા નિખિલ પટેલ સાથે વિદાય પૂર્વે વિડિયો કોલ થી વાત કરી હતી અને તેઓ સાજા થયા એ માટે આનંદની લાગણી વ્યક્ત કરતા એમને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી.આનંદિત જણાતા નિખિલ પટેલે કલેકટરશ્રી સાથેના સંવાદમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે.તેઓ ઘણાં સમર્પિત અને નિષ્ઠાવાન છે.મારું અહીંનું રોકાણ સુવિધાજનક રહ્યું છે.હું હૃદયપૂર્વક સહુનો આભાર માનું છું.
જિલ્લા કલેકટરે જણાવ્યું કે શ્રી નિખિલ પટેલ કોરોના ની સાથે કિડની ની બીમારી થી પીડિત હતા અને રાજ્ય સરકારે તેને અનુલક્ષીને દવાખાનામાં ડાયાલિસિસ ની વ્યવસ્થા કરી હતી.આ રોગમાં થી મુક્ત થનારા તેઓ વડોદરાના 6 ઠા દર્દી છે.12 પોઝિટિવ માં થી 6 દર્દી રોગમુક્ત થયા એ આનંદની વાત છે .
નિખિલ પટેલ 26મી માર્ચે શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયા હતા અને ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સઘન સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.આજે તેમને રોગમુક્તિ ના પ્રમાણપત્ર સાથે રજા આપવામાં આવી હતી.
Hits: 36