હાલોલ-વડોદરા રોડ પર ટોલનાકા પાસે આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દંપતી જે બ્લોકમાં કામ કરતું હતું તે બ્લોકને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં કામ કરતા તમામ લોકોને રજા આપી દેવામાં આવી છે. આ બ્લોકને સંપૂર્ણ પણે સેનેટાઇઝ કરી પછી જ ફરીથી ચાલુ કરવામાં આવશે.
પત્નીનો પણ રિપોર્ટ પોઝિટિવ
હાલોલ નજીક આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા અને વડોદરા રહેતામાં રહેતા આ દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.આ કર્મચારી છેલ્લે 24મી તારીખે કંપનીમાં આવ્યો હતો. ત્યારબાદ તેને રજા આપવામાં આવી હતી.જે 30 મી એપ્રિલે કંપની ઉપર આવતા સ્કેનિંગ દરમિયાન તેનું શારીરિક તાપમાન ઉંચુ જણાતા વહીવટી તંત્ર ને જાણ કરવામાં આવતા તેને વડોદરા લઇ જવામાં આવ્યો હતો. મોડી રાત્રે દંપતીનારિપોર્ટ કરાવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલોલનું વહીવટી તંત્ર દોડતું થયું હતું અને આ પોઝિટિવ દંપતી જ્યાં કામ કરતા હતા તે બ્લોકના તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તમામના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.
બ્લોકને બંધ કરી સેનેટાઇઝિંગ કરવામાં આવશે
કંપનીમાં કામ કરતા કામદારો સહિત કર્મચારીઓ મોટા ભાગે હાલોલ સહિત આસપાસના ગામોમાંથી આવતા હોવાથી તેમજહાલોલના લીમડી ફળિયામાં એક જ પરિવારના તબક્કાવાર ત્રણ પોઝીટીવ કેસ સામે આવતા સમગ્ર તાલુકા વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. હાલોલનો કોરોના પોઝીટીવ આવેલાવિસ્તાર સહિત ક્વોરન્ટીનકરાયેલા વ્યક્તિઓના વિવિધ વિસ્તારોમાંથી કોઈ કામદારો આ કંપનીમાં જાય છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેતે જરૂરી છે.કંપનીમાં દવાઓ સહિત ખાસ કોરોનોને લગતીદવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હોવાથીકંપનીના તમામ યુનિટોમાં કામગીરી ચાલુ છે, કંપનીના કોમ્યુનિકેશનના જણાવ્યા મુજબ માત્ર એક બ્લોકને બંધ કરી ડીપ ક્લિનિંગ કરવાની કામગીરી કરાઈ છેઅને ત્યાંના કામદારોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
Hits: 819