કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા કોંગી કોર્પોરેટ બદરુદ્દીન શેખ અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસના બીજા નેતા કોરોનાની લપેટમાં આવી ગયા છે. અગાઉ મંગળવારે કોંગ્રેસના ખાડિયાના એમએલએ ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે સીએમ નિવાસે બેઠક માટે પહોંચેલા કોંગ્રેસના અન્ય બે એમએલએ ગ્યાસુદ્દીન શેખ તેમજ શૈલેષ પરમારના પણ કોરોનાના સેમ્પલ બુધવારે લેવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલા સાથે એક જ ગાડીમાં ગાંધીનગર ગયા હોવાથી આ બન્ને ધારાસભ્યોને ફરજિયાત હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેઓના સેમ્પલ લઈ રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈની પણ સાથે મુલાકાત નહીં કરી શકે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્ક આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જમાલપુરના કાઉન્સિલર અઝરા કાદરીને પણ હોમ ક્વોરેન્ટાઇ કરાયા છે.
જમાલપુર કોંગ્રેસ વોર્ડ પ્રમુખ અને ઇમરાન ખેડાવાલા બહેનને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ખેડાવાલાને બે દિવસથી શરદી તેમજ તાવ આવતો હોવા છતા તેઓ સીએમ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. એક દિવસમાં તેઓ પાંચ જગ્યા પર ગયા હતા.
Hits: 172