Breaking News

News Update: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરી માટે વધુ પાંચ સચિવોને જિલ્લાઓની જવાબદારી સોંપી


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરીમાં જિલ્લા તંત્રવાહકોના માર્ગદર્શન-સુપરવિઝન અને રોગ નિવારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ માટે વધુ પાંચ આઇ.એ.એસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે…

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના અનુસંધાને ભાવનગર, પાટણ, આણંદ, ભરૂચ અને પંચમહાલ જિલ્લાઓ માટે આ પાંચ આઇ.એ.એસ. અધિકારીઓને તાત્કાલિક અસરથી નિમણૂંકો આપવામાં આવી છે…

તદ્દઅનુસાર, શ્રીમતી સોનલ મિશ્રા સચિવશ્રી (નર્મદા)ને ભાવનગર જિલ્લામાં, પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને પાટણ જિલ્લામાં, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટર શ્રી એ.એમ. સોલંકીને આણંદ જિલ્લામાં તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. શ્રીમતી શાહમીના હૂસૈનને ભરૂચ અને વાહનવ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજૂને પંચમહાલ જિલ્લામાં આ જવાબદારીઓ તેમની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવી છે…

Hits: 334

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?