અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્દ્રની ટીમ અમદાવાદ દોડી આવી છે. શનિવારે કેન્દ્રની ટીમે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં ડોક્ટર્સ સાથે કોરોનાના દર્દીઓની સ્થિતિ તથા સારવારની પદ્ધતિ અંગે વાતચીત કરી હતી.

બપોરે રાજ્ય સરકાર સાથે કરશે બેઠક
શનિવારે બપોરે કેન્દ્રની ટીમ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા સાથે સંક્રમણ રોકવા અંગેના પગલા સહિતની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ટીમ સમગ્ર સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપશે.
કેન્દ્રમાંથી ડૉ. એસ.કે.સિંધને સોંપાઇ જવાબદારી
અમદાવાદમાં વધતાં સંક્રમણને રોકવાની જવાબદારી કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડૉ. એસ.કે.સિંધને સોંપવામાં આવી છે. જે હેઠળ ડૉ. એસ.કે.સિંધની ટીમ ગુજરાત આવી પહોંચી છે. આ ટીમ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી રહી છે. સાથે જ રાજ્ય સરકાર સાથે બેઠક યોજી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરશે.
જુલાઇમાં અમદાવાદ આવી હતી કેન્દ્રની ટીમ
ગત જુલાઇ મહિનામાં અમદાવાદ તેમજ સુરત શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ આવી પહોંચી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા ડૉક્ટર્સ સાથે સંક્રમણ અંગે ચર્ચા કરી હતી.
Hits: 40