Breaking News

દીવાન બલ્લુભાઈ શાળા ના પૂર્વ ચેરમેન બિપીનચંદ્ર દીવાન નો ટૂંક પરિચય

અમદાવાદની ૧૧૫ વર્ષ જૂની દીવાન-બલ્લુભાઈ શાળાઓના(અગાઉની ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ) ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન,૧૧ વર્ષની ઉંમરે ગાંધીજીની દાંડીકૂચમાં અસલાલી સુધી સામેલ થનાર,બોમ્બે હાઇકોર્ટમાં એડવોકેટ તરીકેની અત્યંત ઝીણવટભરી કામગીરીથી પ્રભાવિત બોમ્બે હાઇકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એમ સી ચાગલાએ જેમની નિમણૂક ૧૯૫૪માં બારમાંથી સીધા જ બોમ્બે સીટી સિવિલ કોર્ટના જજ અને એડિશનલ સેશન્સ જજ તરીકે કરી હતી તે,૧૯૭૩થી ૧૯૭૬ અને ૧૯૭૭થી ૧૯૮૧ સુધી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, ૧૯૭૬માં આંધ્ર પ્રદેશના કાર્યકારી ગવર્નર, કટોકટીકાળમાં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને નહીં ગાંઠતાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં ટ્રાન્સફર પામનાર,૧૯૮૧માં નિવૃત્તિવેળાએ માસ પ્રમોશનની વિરુધ્ધમાં શકવર્તી ચૂકાદો આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓની અપાર ચાહના મેળવનાર,નિરમા યુનિ., ભવન્સ કોલેજ, IIMA, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓના સલાહકાર/ટ્રસ્ટી, વિદ્વાન, સંસ્કૃતના જ્ઞાતા, નીડર, આખાબોલા,પરમ આદરણીય સ્વ.બિપિનચંદ્ર જીવણલાલ દીવાનની ૧૦૩મી જન્મજયંતી નિમિત્તે સદગતને કોટિ કોટિ વંદન..

Hits: 58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?