Breaking News

CBSEની 12માં ધોરણ ની બાકી પરિક્ષાઓ રદ

CBSEએ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થનારી 10માં અને 12માંની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. આજે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે હવે કયા આધાર પર વિદ્યાર્થીઓનાં અંક આપવામાં આવશે અને રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. સીબીએસઈ અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બૉર્ડનાં અધિકારીઓએ કહ્યું હતુ કે 10માં ધોરણનાં ઇન્ટરનલ એસેસમેન્ટનાં આધારે રિઝલ્ટ તૈયાર કરવું સરળ છે.

ધોરણ 12નાં વિદ્યાર્થીઓને 2 વિકલ્પ

જો કે 12 ધોરણનાં મામલે આ પ્રકારનું રિઝલ્ટ તૈયાર કરવામાં મુશ્કેલી આવશે. કેમકે 12માં ધોરણનાં આધારે આઈઆઈટી, મેડિકલ સહિત અનેક ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન મળે છે. સ્કૂલનાં એસેસમેન્ટમાં અનેક હોનહાર વિદ્યાર્થી પણ પાછળ રહી શકે છે. આ કારણે બૉર્ડે સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે ધોરણ 12નાં વિદ્યાર્થીઓને 2 વિકલ્પ આપવામાં આવે. તેમને સ્કૂલમાં થયેલી 3 પરીક્ષાઓમાં તેમના પરફોર્મન્સનાં આધારે અંક આપવામાં આવે.

ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપીને સ્કોર સારો કરી શકાશે

આ ઉપરાંત તેમને કેટલાક મહિના બાદ થનારી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો પણ વિકલ્પ પણ આપવામાં આવે. વિદ્યાર્થી ઇચ્છે તો ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપીને પોતાનો સ્કોર સારો કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ચાલી રહેલી પરીક્ષાઓ કોરોના મહામારીનાં કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સીબીએસઈએ 1 જુલાઈથી લઇને 15 જુલાઈ સુધી પરીક્ષાઓ કરાવવાની વાત કહી હતી.

આવનારા સમયમાં ભારતમાં કોરોનાનો કહેર વધશે

આ માટે વિસ્તૃત ડેટશીટ પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોરોનાનાં વધતા કેસોને જોતા સુપ્રીમ કૉર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી કે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે. અનેક રાજ્ય સરકારો પણ આના પક્ષમાં હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે એમ્સનાં ડેટા અનુસાર કોરોના વાયરસ આવનારા સમયમાં ભારતમાં પોતાના ચરમ પર હશે. આવામાં પરીક્ષાઓ રદ્દ કરી દેવી જોઇએ.

Hits: 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?