તહેવારોમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ કર્ફ્યુ લાદવમાં આવ્યું છે. લોકોને ટોળે ન વળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી આ નિર્ણયની જાહેરાત કરી હતી. કરફ્યુ દરમિયાન એસઓપીનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા તેમણે તાકીદ કરી છે. બીજી સુચના ન મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે.
આ અંગે અધિક સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી હતી. રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છે કે, અન્ય કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવા પણ જણાવવામાં આવે છે.
અમદાવાદમાં વકરતા કોરોનાની સ્થિતીને લઈને રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે આજથી અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. ત્યારે હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગૂ રહેશે.
Hits: 174