ન્યાયમંદિર વિસ્તારમાં મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતાં ચિરાગ કાછીયા પટેલનું કોરોનાને કારણે આજરોજ ગોત્રી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. વડોદરા શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં છ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
હનુમાન ફળિયા, મદનઝાંપા રોડ, ન્યાયમંદિર ખાતે રહેતાં 32 વર્ષિય ચિરાગ ચંદ્રકાન્ત કાછીયા પટેલની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી કે તે કોઈ COVID-19 પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવ્યો નહોતો. છેલ્લાં બે – ત્રણ દિવસથી તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતી હોવાથી આજરોજ સવારે તેને ગોત્રી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબિયત નાદુરસ્ત જણાતાં આઈસીયુંમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું સાંજે 4 વાગ્યાના અરસામાં મોત નિપજ્યું હતું. અને રાત્રે 10 વાગ્યાના અરસામાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ જણાઈ આવ્યો હતો.
Hits: 76