Breaking News

અમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ

નવા 24 મોતમાંથી 13ને કોરોના સિવાય કોઇ બીમારી ન હતી
અમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ
7403 દર્દીમાંથી 26 વેન્ટિલેટર પર, 5056ની હાલત સ્થિર
105387 ટેસ્ટમાંથી 7403 પોઝિટિવ જ્યારે 97984 ટેસ્ટ નેગેટિવ

રાજ્યમાં 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મૃત્યુ થયા છે. તો 163 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, નવા નોંધાયેલા 390 કેસોમાં અમદાવાદમાં 269 જ્યારે સુરત અને વડોદરામાં 25-25 કેસ તો અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7403 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1872 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
8 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા રાત્રે અમદાવાદ પહોંચશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે. એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે શુક્રવાર રાત્રે અમદાવાદ પહોંચશે. આ તબીબો આવતીકાલ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે. આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે.
ખોટા પાસ લઈને ફરશો તો ભારે પડશે, પાસ વિના અન્ય જિલ્લામાં લોકો ન જાયઃ રાજ્ય પોલીસ વડા
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ખોટા પાસ લઈને ફરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો પાસ વિના અન્ય જિલ્લામાં ન જાય. તેમજ પાન મસાલાનું ગેરકાયદે વેચાણ કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 663 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરથી શ્રમિકોને વતન મોકલાયા, ઓનલાઇન બુકિંગ ન હોય 100 મજૂરો રઝળી પડ્યા
ગાંધીનગર એસટી ડેપો ખાતેથી આજે સવારે ફરી એકવાર પરપ્રાંતીય શ્રમિકોને એસટી બસ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ મોકલાયા હતા. પરંતું આ વખતે 100 કરતાં પણ વધારે શ્રમિકો ઑન લાઈન બુકિંગ વિના રઝળી પડયાં હતાં. પરિવાર અને માલસામાન સાથે કલાકો સુધી રઝળપાટ કરતાં આ પરિવારો કોઈ અધિકારી નહીં હોવાથી પોલીસને ઘણી આશાઓ સાથે પ્રશ્ન પૂછતાં હતાં. સાહેબ અમને ઑનલાઈન પાસનું આવડતું નથી..! હવે અમને નહીં લઇ જાય..?!! સાહેબ કાંઈક કરોને…! કોરોનાનાં કહેરથી બચીને રોજીરોટી માટે વતનની વાટ પકડવાં આ શ્રમિકો નાછૂટકે એક ખાનગી ડાલામાં રવાના થયા હતા.
કુલ 7403 દર્દી, 449ના મોત અને 1872 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

Hits: 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?