Breaking News

અમદાવાદમાં 24 કલાકમાં નવા 151 કેસો નોંધાયા:સુરતમાં 41 અને વડોદરામાં 7 કેસ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથીકોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2624 થયા છે. જેમાં 112ના મોત થયા છે અને 258 દર્દી સાજા થયા છે.

નવા 217 કેસમાં અમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારેઅરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે.

લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ અને પોલીસ પર હુમલા થયા તેમાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યૂભંગના 418 ગુના નોઁધાયા છે. જેમાં 438 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે ગુનો નોંધી અત્યારસુધી 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સાંજથી આજ સવારના 9 વાગ્યા સુધીમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 105 અને અત્યાર સુધીમાં કુલ 2559 દર્દી નોંધાયા છે. નવા સામે આવેલા 152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.

23 એપ્રિલે સવારથી અત્યારસુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ


કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી 50 જેટલી 108 એમ્બ્યુલન્સને અમદાવાદ સિવિલ ખાતે ડિસઇન્ફેક્ટેડ-સ્ટરિલાઇઝ કરવામાં આવી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાનો દર્દી આઇસોલેશન વોર્ડમાંથી નીકળીને કેન્ટીનમાં જમવા બેસી ગયો
રાજકોટમાં પોલીસ એક્શનમાં આંટાફેરા મારતા લોકો સામે કડક કાર્યવાહી
સુરતના ડીંડોલી વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આતા તંત્રમાં દોડધામ, તમામ જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં, કોરોનાની કામગીરીને લઈને બેઠકમાં સમીક્ષા કરી
ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થયા, વડોદરામાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા શહેરી વિસ્તારના ઉદ્યોગો 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે
એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતાહોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથીઃ જયંતિ રવિ
રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.રાજસ્થાનના કોટામાંથી આવેલા ગુજરાતના 400 વિદ્યાર્થીઓ શામળાજી પહોંચ્યા હતા. ત્યાંથી આ વિદ્યાર્થીઓ15 બસોના માધ્યમથી શામળાજીથી અમદાવાદ આવવા નીકળ્યા છે.

Hits: 240

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?