Breaking News

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું
  • ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું

OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક કર્મચારીઓ પાસે માસ્ક હોવા છતાં પહેર્યુ નહોતુવડોદરામાં અધિકારીઓએ જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે ઓએસડી વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોતું. ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન વખતે 50થી વધારે લોકો એક જ જગ્યા પર એક સાથે ભેગા થઇ ગયા હતા.


કોવિડ હોસ્પિટલનો સ્ટાફ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલ્યો
ગોત્રી કોવિડ હોસ્પિટલનો સ્ટાફ પણ સોશિયલ ડિસ્ટન્સિંગરાખવાનું ભૂલી ગયો હતો. ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે કેટલાક કર્મચારીઓ પાસેમાસ્ક હોવા છતાં પહેર્યુ નહોતુ. સામાન્ય વ્યક્તિઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેરનામાભંગનોગુનો નોંધતી પોલીસે હજી સુધી આ મામલે ગુનો નોંધ્યો નથી.

ટેસ્ટિંગ લેબનું ઉદ્ધાટન કરી રહેલા OSD વિનોદ રાવ

વડોદરાની જવાબદારી સોંપાઇ છે તેવા વિનોદ રાવે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની તસ્દી ન લીધી
વિનોદ રાવને કોરોના સ્પેશિયલ ઓફિસર તરીકે વડોદરામાં નિમણૂંક થયેલી છે, ત્યારે આખા વડોદરાની જવાબદારી જેમને સોંપાઇ છે તેવા OSD વિનોદ રાવે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની તસ્દી લીધી નહોતી.

Hits: 115

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?