Breaking News

નીરવ ચોકસી કરતા પણ મોટા ફુલેકાબાજ વડોદરાના સાંડેસરા બંધુઓ પર સ્પેશિયલ સ્ટોરી.

સાંડેસરાએ ગૌરીખાન અને સુઝેન પાસે પોતાના ઘર નું ઇન્ટિરિયર કરાવ્યું હતું.

વડોદરા નો એક સમયે પર્યાય બની ચૂકેલા સ્ટેર્લિંગ બાયોટેક ના નીતિન સાંડેસરા, ચેતન સાદેશરા ઉર્ફે ચીકુ બોસ, દીપ્તિ સાંડેસરા, હિતેશ પટેલ, મયુરી પટેલ સહિતના ઓ ને અદાલત દ્વારા બેંકો સાથે 8100 કરોડ ના ફ્રોડ ને કારણે ભાગેડુ જાહેર કર્યા છે. આ સાથે વિશ્વના કોઈ પણ ખૂણે આવેલી તેમની સંપત્તિ ને ટાંચ માં લઇ શકાય તેવા હુકમો જાહેર કર્યા છે.
એવા ટાણે સ્ટર્લિંગ બાયોટેક અને સાંડેસરા પરિવાર દ્વારા રાતોરાત એક મોટા ઉદ્યોગગૃહ તરીકે ઉભી કરેલી છાપ હવે ઇતિહાસ બની ગઈ છે.

પાર્ટીઓના શોખીન, બૉલીવુડ ની હસ્તીઓ સાથે ઘરોબો ધરાવતા ચેતન સાડેસરા વિશે તો ઘણા લોકો જાણે છે. મૂળ મુંબઇ થી આવેલા નીતિન જયંતીલાલ સાંડેસરા અને ચેતન સાંડેસરા વડોદરામાં લગભગ 80ના દાયકામાં આવી વસ્યા હતા. અને 90ના દાયકામાં તો ખરકડી નજીક તેમણે પોતાનો પ્રથમ ફાર્મા એકમ નાખી બિઝનેસ ની શરૂઆત કરી હતી.
આ બે ભાઈ પૈકી નીતિન સાંડેસરા મૂળ ચાર્ટડ એકાઉન્ટ હતા, એટલે બેલેન્સ શીટ ઉઠલાવવા માં તેમની મહારથ હતી.
મોટાભાગના ગુજરાતી ઉદ્યોગકારો લો પ્રોફાઈલ રહીને ધંધો કરતા હોય છે. પરંતુ આ પ્રણાલિકા તોડી સાંડેસરા બંધુઓ એકદમ હાઈ પ્રોફાઈલ અને વૈભવી જીવન જીવવા માંડ્યા. આ સમગ્ર કંપનીનું સંચાલન નીતિનભાઈ કરતા, અને લાયઝન નું કામ ચેતન અને તેના પત્ની દીપ્તિ સાંભળતા હતા.
એ સમયે વડોદરા માં એવું પાર્ટી કલચર પણ નહોતું.. એટલે ચેતન સાંડેસરા ઉર્ફે ચીકુ બોસ અને પત્ની દીપ્તિ મુંબઈની પેજ 3 પાર્ટીઓ એન્ટેન્ડ કરતા હતા. મોટાભાગના ફિલ્મી કલાકારો સાથે ઘરોબો કેળવી ને બૉલીવુડ માં પોતાનું એક અલગ વર્ચસ્વ સ્થાપ્યું હતું. તો ફિલ્મ ફાયનાનસિંગ પણ કરતા હતા. પરંતુ વડોદરામાં અને રાજ્ય ના રાજકારણીઓ , મોટા બ્યુરોક્રેટસ સાથે ઘરોબો કેવી રીતે કેળવવો તે વિચારમાંથી જ વડોદરા ના અત્યંત જાણીતા એવા આર્કી ગરબા નો જન્મ થયો. અને આર્કી એ તેમને આ લાયઝન માટે મોટું સ્ટેજ આપ્યું.. એ સમયે આર્કી ના પાસ માટે દોડાદોડી થતી.. અને તમામ મોટા ઓફીસર, રાજકારણીઓ આર્કીના ગરબામાં આવતા થયા.. બોલિવૂડ સાથે તો નાતો હતોજ, એટલે આર્કી માં દર વર્ષે મોટા ગજના અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવી ચડતા. બૉલીવુડ ના કપૂર ખાનદાન સાથે તેમને બહુ ગાઢ સંબંધ હતો. આમ લાઈઝન માં ચેતન અને દીપ્તિ એ એવું કાઠું કાઢ્યું કે સ્ટર્લિંગ બાયોટેક , જિલેટિન જેવી કંપનીઓ એક પછી એક ઉભી થતી ગઈ.
હવે ધીરુભાઈ બનવાનું સ્વપ્ન લઈ નીતિન સાંડેસરા એ નાઇજિયા માં કંપની સ્થાપી હતી. પરંતુ માત્ર લાયઝન પર કે બેલેન્સ શીટ ઉલ્ટાવાથી ઉદ્યોગ નથી ચાલતા ,અને તે થીજ વર્ષ 2006 થી તેમની હાલત બગડવા માંડી.. આર્કી ગરબા પણ બંધ થઈ ગયા… અને ધીમે ધીમે પત્તાં નો મહેલ પડવા માંડ્યો.
વડોદરા નજીક અમ્પાડ પાસે વૈભવી ફાર્મ હાઉસ ખાતે રહેતા ચેતન સાંડેસરાએ આ ઘર નું ઇન્ટિરિયર ગૌરી ખાન અને સુઝેન ખાન પાસે કરાવ્યું હતું.. એક બેન્ક માં થી લૉન લેવાની, બીજી માં ભરવાની , ફરી ત્યાંથી 3 ગણી લૉન લેવાની એમ કરતાં કરતાં 8100 કરોડ ઉપર નું દેવું થયું અને છેલ્લે આખું કુટુંબ ભારત છોડી ભાગી છૂટ્યું.
જોકે દીપ્તિ સાંડેસરા ઇન્સ્ટાગ્રામ પર બહુ એકટિવ રહેતા હોવાથી વાર તહેવારે અનેક બૉલીવુડ સ્ટાર સાથે ફોટો મુકતા રહેતા.
મશહુર અભિનેત્રી શ્રી દેવી જે લગ્નમાં ભાગ લેવા દુબઇ ગઈ હતી તે લગ્ન ની પાર્ટીના ફોટોગ્રાફસ દીપ્તિ સાંડેસરા એ સોશ્યલ પ્લેટફોર્મ પર શેર કર્યા હતા અને પછી ડીલીટ કરી નાખ્યા હોવાની પણ ભારે ચર્ચા ચાલી હતી.
સ્ટર્લિંગ હેલ્થ મોલ જેવી હાયફાય ફિટનેસ ફેસીલીટી ઉભી કરનારા સાંડેસરા 2016 માં ટ્વિટર પર ટ્રોલ થયા હતા. જેમાં નાઇજિરીયા ખાતે કથિત રિફાઈનરીના કામદારોને મહિનાઓ સુધી પગાર ન મળતાં અંતે તેમણે ટ્વિટ કરી ભારતીય એમ્બેસી ની મદદ માંગી હતી.
દેશની બેંકોનું ફૂલેકુ ફેરવવા માં સાંડેસરા એ નીરવ ચોકસીને પણ પાછળ મૂકી દીધા હોવાનું માનવામાં આવે છે. માલિયા, ચોકસી , નીરવ મોદી ની શ્રેણીમાં વડોદરાના આ નીતિન સાંડેસરા એન્ડ કું નું નામ કદાચ પ્રથમ આવે તો પણ નવાઈ નહિ. સી.આઈ.ડી, ઇ.ડી. જેવા અનેક વિભાગો 2017-18 થી આ લોકોને પકડવા માટે સક્રિય છે પણ હજી તેઓ કોઈના હાથમાં આવ્યા નથી.

Views: 54

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *