સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે, અને ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા માં બહુ મોટા પ્રમાણમાં કોરોના ના કેસો બહાર આવી રહ્યા છે. એક સમયે માત્ર હોટ સ્પોટ પોકેટ જેવા કે વડોદરાના નાગરવાડા, અમદાવાદના ગુલબાઈ ટેકરામાંથી જ દર્દીઓ ના આંકડા વધતા હતા, અને જેમ જેમ ટેસ્ટ વધતા ગયા તેમ પશ્ચિમ વિસ્તારોમાં પણ કોરોના દેખા દેવા માંડ્યું છે. ત્યારે બીજી તરફે એક અત્યંત આંખ પહોળી કરી નાખે તેવું કારણ એ પણ આવ્યું છે કે વડોદરા અને અમદાવાદ બંને શહેરોમાં શાકભાજીના વેપારીઓમાં કોરોના ના કેસોની સંખ્યામાં બહુ મોટો વધારો જોવા મળ્યો છે. આ આંતરિક સંક્રમણ અને જે રીતે પશ્ચિમ વિસ્તારોમાં પણ કેસ જોવા મળી રહ્યા છે , તેમાં શાકભાજી જાણતા કે પછી અજાણતા કોરોના નું કેરિયર તો નથી બની ગયું ને…
છેલ્લા ૨૧ દિવસથી લોકડાઉન ..અમદાવાદ અને વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં કડક અને સ્વયંભુ પાલન અને છતાય લોકડાઉન ૨.૦ના પાંચ દિવસ બાદ કોરોના ના દર્દીઓનો રાફડો ફાટ્યો..ચાલો માની લઈએ કે ટેસ્ટીંગ વધતા આ કેસ બહાર પડ્યા, પણ આ કેસ માં એક મોટો દર્દી વર્ગ એ છે કે જે જથ્થાબંધ શાકભાજીનો વેપાર કરે છે. આ વર્ગ કિલોમાં નહી મણમાં વાત કરે છે, અને એટલે લોક્ડાઉન દરમિયાન તેઓ સતત પ્રવૃત રહેલો છે..આ વર્ગ એ જ છે કે જેઓ છેલ્લા બે દિવસો થી કોરોના ના દર્દીઓમાં શામેલ થયા છે.. અને આ માત્ર અમદાવાદ માં જ નહિ પરંતુ વડોદરા માં પણ જોવા મળ્યું છે.
આ બંને શહેરોમાં કોરોના સૌથી વધુ વકરી રહ્યો છે, ત્યારે બંને શહેરોના શાકભાજીના વેપારીઓ કોરોના પોઝીટીવ આવી ગયા છે. આ માત્ર બનવા જોગ હોવું એ માનવામાં આવે તેમ નથી. શું એવું તો નથી ને કે અમુક રાષ્ટ્ર વિરોધી તત્વો શાકભાજીને કેરિયર બનાવીને કોરોના ની મહામારીને મોટાપાયે ફેલાવવા માંગે છે? આમતો નાગરીકો આવું નાં કરે પણ જો એક વાર આ વાત ને વિચારીએ તો કઈ રીતે આ શાકભાજી કેરિયર બની શકે તે જોઈએ…
શાકભાજી ચાહે કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવે , કે જે અમદાવાદ માં થઇ રહ્યું છે, કે પછી ઓન્લાઈન કંપનીઓને આમાં મુકવામાં આવે… શાકભાજીનો સ્ત્રોત તો આ શાકભાજીના વેપારીઓજ છે.. અને ત્યાંથી જાણે કે અજાણતા સંક્રમણ વાળા શાકભાજી નીકળી ને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષીણ વિસ્તારમાં પહોચેજ ..કારણ કે શાકભાજી એ જીવન જરૂરીયાતની વસ્તુ છે.. ત્યાં થી તમારા રસોડામાં અને તેના થકી સંક્રમણ ફેલાવવાની ટકાવારી એક દમ વધી જાય.. આ બંને શહેરોમાં શાકભાજી કે જે મૂળ વસ્તુઓ માં આવે છે..તેનાજ વેપારીઓ કેમ કોરોનાથી સંક્રમિત થયા …આ વેપારીઓને સંક્રમિત કરવામાં આવ્યા એવું તો નથી..શું કોઈ અસામાજીક તત્વો એ ફૂલ પ્રૂફ પ્લાન હેઠળ આ વેપારીઓને સંક્રમિત કરવાનું ષડ્યંત્ર તો ઘડ્યું નહોતુંને….આ વિષે પોલીસ દ્વારા તપાસ ની ખરેખર જરૂર છે….
Views: 8014