લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા
ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ દુનિયા માટે માથાનો દુખાવો બન્યો છે. હાલ કોરોનાની કોઈ અસરકારક દવા કે વેક્સીન બની નથી. તેથી સમગ્ર દુનિયાના લોકો તેને અટકાવવા માટે માત્ર એક લોકડાઉનનો ઉપાય અપનાવી રહી છે.
ભારતમાં પણ કોરોનાને અટકાવવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પહેલાં લોકડાઉન 21 દિવસ માટે લગાવવામાં આવ્યો હતો અને ત્યારપછી તેમાં 19 દિવસ વધારી દેવામાં આવ્યા હતા. લોકડાઉનનો પહેલો ફેઝ 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે લાગુ કરવામાં આવ્યો હતો અને બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધીનો રાખવામાં આવ્યો હતો.
21 દિવસના લોકડાઉન પછી પણ દેશમાં કોરોનાના કેસ વધતા રહેતા હોવાથી બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે સ્વાસ્થય મંત્રાલયે12 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દુનિયામાં કોકોના 41% ગ્રોથ રેટ સાથે ફેલાઈ રહ્યો હતો. જો સરકાર તરફથી શરૂઆતમાં કોઈ એક્શન ન લીધા હોત તો તેના ગ્રોથ રેટ પ્રમાણે 15 એપ્રિલ સુધી 8.2 લાખ લોકોને કોરોના ઈન્ફેક્શન થવાની શક્યતા હતા.
લોકડાઉન પહેલાં દેશની સ્થિતિ શું હતી?
દેશમાં લોકડાઉન તે સમયે લગાવવામાં આવ્યું જ્યારે કોરોના દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગી હતી. દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારપછી 2 ફેબ્રુઆરી સુધી 3 નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ પછી એક મહિનાની અંદર કોઈ કેસ નોંધાયો નહતો. આ ત્રણેય દર્દીઓ સાજા થઈ ગયા હતા. ત્યારપછી 2 માર્ચથી દેશમાં કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા હતા.
22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો અને 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ થઈ ગયું. લોકડાઉનના એક દિવસ પહેલા સુધી એટલે કે 24 માર્ચ સુધી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 571 હતી. ત્યાં સુધીમાં 10 લોકોના મોત થઈ ગયા હતા. લોકડાઉન પહેલાં સુધી દેશમાં કોરોનાના કેસ ખૂબ ઓછા દેખાતા હતા, પરંતુ તેનો એવરેજ ગ્રોથ રેટ 35 ટકા આસપાસ હતો. એટલે કે રોજ કોરોનાના 35 ટકા નવા દર્દીઓ સામે આવ્યા હતા.
લોકડાઉનના પહેલાં ફેઝમાં શું સુધારા થયા?
લોકડાઉન લાગ્યા પછી પણ 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશમાં કોરોનાના 10,919 કેસ નવા સામે આવ્યા. એટલે કે, 14 એપ્રિલ સુધીમાં દેશમાં કોરોનાના જેટલા પણ કેસ સામે આવ્યા તેમાં 95% કેસ લોકડાઉનમાં સામે આવ્યા હતા.
લોકડાઉનના 21 દિવસમાં 384 લોકોના મોત થયા, રોજ એવરેજ 18ના મોત
24 માર્ચ સુધીમાં દેશમાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોની સંખ્યા 10 હતી. પરંતુ 25 માર્ચથી 14 એપ્રિલ સુધી, આ 21 દિવસોમાં 384 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. એટલેકે રોજના સરેરાશ 18 લોકોના મોત થયા છે. લોકડાઉન પહેલા સુધી એવરેજ 5.5 દિવસમાં 1નું મોત થતું હતું.
પરંતુ રાહતની વાત એ પણ છે કે, લોકડાઉન દરમિયાન કોરોનાના નવા કેસનો એવરેજ ગ્રોથ રેટમાં પણ ઘટાડો આવ્યો. લોકડાઉન પહેલાં કોરોનાનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો જે લોકડાઉનમાં ઘટીને 15% રહ્યો હતો.
આને આ રીતે સમજીએ: લોકડાઉન પહેલાં કોરોનાનો ગ્રોથ રેટ 35% હતો. એઠલે કે સોમવારે જો કોરોનાના 100 દર્દીઓ છે, તો મંગળવારે દર્દીઓની સંખ્યા 135 થઈ જતી હોય. પરંતુ લોકડાઉનમાં ગ્રોથ રેટ 15 ટકા થઈ ગયો હો. તેનો અર્થ એવો થયો કે, મંગળવારે કોરોના દર્દીઓની સંખ્યા 100થી 135 થતી હતી જ્યારે હવે તે 100થી 115 સુધી વઘી રહી છે.
Views: 60