Breaking News

રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ

CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવ

રાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 165 પોઝિટિવ કેસ છે, જેમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન કેસ છે. ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 13, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા છે. આજના કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છેકે આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન, 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રીના કેસ


રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે.

અમદાવાદમાં સતત વધી રહ્યાં છે કેસ

રાજ્યમાં કુલ 165 પોઝિટિવ કેસ છે. જેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં 77 પોઝિટિવ કેસ અને 5ના મોત, સુરતમાં 19 કેસ અને 2ના મોત, ભાવનગરમાં 14 કેસ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 કેસ, વડોદરામાં 12 કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 કેસ, પાટણમાં 5 કેસ, પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

Views: 51

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *