Breaking News

આવતીકાલે દસમા ધોરણનું પરિણામ

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિધાર્થીઓ કાગડોળે પરિણામની રાહ જોતા હોય છે પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પરિણામો આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હતી. ગત મહિનાના અંતે ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ 10ના વિધાર્થીઓમાં પણ ઉત્સુકતા જાગી હતી અને આજે આધિકારીક રીતે શિક્ષણ વિભાગે પરિણામોની જાહેરાત કરી છે. ધોરણ 10ના વિધાર્થીઓના પરિશ્રમનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે મળી જશે. વિધાર્થીઓએ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોવાનું રહેશે. મંગળવારે સવારે 8 વાગે 8.40 લાખ વિધાર્થીઓના રીઝલ્ટ જાહેર થશે. રાજ્યના કુલ 8.40 લાખ સ્ટુડન્ટસમાંથી 2.25 લાખ રીપિટર વિધાર્થી છે. મહત્વની વાત એ પણ છે કે આ વર્ષે માર્ચમાં જેલના 125 કેદીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આવતીકાલે પરિણામ જાહેર થશે.

Views: 170

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *