Breaking News

લોકડાઉન દરમિયાન અમદાવાદ થી જામનગર ગયેલા દંપત્તિ સામે ગુન્હો નોંધાયો

મૂળ જામનગર ના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક દંપતીએ લોક ડાઉન ની અમલવારી નો ઉલ્લંઘન કરી જામનગરમાં પ્રવેશ કરતા એલસીબીની ટીમ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જ્યારે દંપતીને હોમ કોરોન્ટાઈન કરી દેવાયું છે.

આ ફરિયાદ અંગેની વિગત એવી છે કે મૂળ જામનગર ના વતની રાહુલભાઈ રસિકભાઈ વ્યાસ અને તેમના પત્ની ચેતનાબેન રાહુલભાઈ વ્યાસ કે જેઓ હાલ અમદાવાદમાં રહે છે અને લોક ડાઉન ની અમલવારી ચાલી રહી છે, જે દરમિયાન કોઈપણ પ્રકારની મંજૂરી વિના અમદાવાદ થી જામનગર ની હદમાં પ્રવેશ મેળવી રહ્યા હતા.

જે અંગે એલસીબીની ટીમ ને ધ્યાનમાં આવતા એલસીબીની ટીમે દંપતીની અટકાયત કરી લીધી હતી. અને તેઓ સામે લોક ડાઉન ના ભંગ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે, અને બંનેને નોટિસ પાઠવી હોમ કોરોન્ટાઈન કરી દેવાયા છે.

Views: 212

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *