Breaking News

અમદાવાદ અગ્નિકાંડમાં થયો પર્દાફાશ:સૌથી મોટી વાતનો ઘટરસ્ફોટ

અમદાવાદના અગ્નિકાંડ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આજની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રેય હોસ્પિટલને લઈને એક ખુલાસો થયો છે. શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ મળ્યું નહોતું. તેમ છતાં વગર ફાયરસર્ટીએ AMCએ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી. એક બીજો ખુલાસો એ પણ થયો છે કે અહીં કોવિડ દર્દીઓની સારવારનો ખર્ચ 5 લાખ રૂપિયા લેવામાં આવતું હતો, તેમ છતાં દર્દીઓને કોરોનાથી પણ ખતરનાક મોત મળ્યું છે. આ બેદરકારીમાં હોસ્પિટલ સત્તાધીશોને માત્ર દર્દીઓને લૂંટવામાં રસ છે.

આ ઘટનામાં એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી.

આ સમગ્ર ઘટના મામલે સવાલ એ ઉભો થાય છે કે, શું હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો ન હતા? અને હતા તો તેનો ઉપયોગ કેમ ન કરાયો? મળતી માહિતી મુજબ હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો હતા. જોકે, આ સાધનો એક્સપાયરી ડેટના હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા. પરિવારજનોના રૂદનથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર રાખતા થયા છે. પરંતુ, અમદાવાદમાં આ વાત ઠગારી સાબિત થઇ છે. અમદાવાદમાં ગત મોડીરાત્રે બનેલા ગોઝારી ઘટનામાં અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ મોતને ભેટવાનો વારો આવ્યો છે. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત થયા નથી. પરિવારજનોના આક્રંદ વચ્ચે વહેલી સવારે હોસ્પિટલના ઘટના સ્થળેથી મોતને ભેટેલા કમનસીબોની લાશોને બહાર લવાઈ હતી. તમામ હોસ્પિટલનો સ્ટાફ બચી ગયો છે. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

Views: 165

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *