કોરોનાને મ્હાત આપી ઘરે ગયેલા 4 લોકોને ફરી કોરોના થયો- દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના મહિલાને કોરોના
- અન્ય ત્રણ ગુજરાતની અલગ અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરી કોરોના
દેશમાં એક દિવસમાં આશરે 90,000થી વધારે કેસ આવી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બની ગયો છે. આ સ્થિતિમાં વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે. ગુજરાતમાં 4 વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડની મહિલા અને અન્ય ત્રણ ગુજરાતની અલગ અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરીવાર કોરોના થયો છે.
પ્રથમ વખત આ તમામ લોકોને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યારે તેઓ કોરોનાને મ્હાત આપીને બહાર આવ્યા હતા. દેશમાં હાલ અનેક જગ્યાથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે, કોરોના થયેલા લોકોને ફરી કોરોના થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, આ અગાઉ દેશમાં બેંગાલુરૂની એક ખાનગી હોસ્પિટલે જાણકારી આપી હતી કે 27 વર્ષની એક મહિલાને ફરી વખત કોરોના થયો છે.
Views: 221