બપોરે 4 વાગ્યે તંત્ર દ્વારા વધુ 8 કોરોના પોઝિટીવ દર્દી જાહેર કરાતાં, આજે અત્યાર સુધીનો કુલ આંક 16 પર પહોંચ્યો છે જ્યારે શહેરનો કોરોના પોઝિટીવ આંક 173 થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મદનઝાંપા રોડ પર આવેલા હનુમાન ફળિયાના 6 શખ્સો કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે.

જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં નાગરવાડા વિસ્તારના વધુ 6 સહિત કુલ 8 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જેને પગલે શહેરનો કોરોના પોઝિટીવ આંક 165 પર પહોંચ્યો છે. સાંજ સુધીમાં આ આંકમાં વધારો થાય તેવી શક્યતા હતી.
મહાનગર સેવાસદન દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, આજે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 8 દર્દીઓ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે. જેમાં 6 દર્દીઓ નાગરવાડા વિસ્તારના છે. જ્યારે 1 કિશનવાડી અને 1 વાસણા – ભાયલી રોડના છે. નાગરવાડા વિસ્તારના દર્દીઓની સારવાર સયાજી હોસ્પિટલમાં કરાઈ રહી છે જ્યારે અન્ય બે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના પોઝિટીવ આવ્યો હોવા છતાં બિમારીના લક્ષણો ધરાવતાં નથી તેવા 78 દર્દીઓને હાલ આજવા રોડ ખાતેના કોવિડ 19 કેર સેન્ટર ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કુલ 2110 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 165 પોઝિટીવ, 1781 નેગેટીવ અને 7 સેમ્પલ રિજેક્ટ થયા છે. હાલ 157 સેમ્પલનું ટેસ્ટિંગ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં 7 દર્દી સાજા થયા છે જ્યારે 7 દર્દીઓનું મોત નિપજ્યું છે. અને 73 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
Views: 2294