ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં રથયાત્રાના આયોજનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે કે આ વર્ષે રથયાત્રા નહી યોજાય. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ભગવાન જગન્નાથની પુરી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટનાં CJI એસએ. બોબડેનું કહેવું છે કે, જો આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવે તો ભગવાન ક્યારેય માફ નહી કરે. આ એક ગંભીર મામલો છે અને કોર્ટ તેના માટે પરવાનગી આપી શકે નહી.
Views: 69