કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનના બીજા તબક્કાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે, આગામી ૩ મેં ના રોજ લોકડાઉન નો સમયગાળો પૂર્ણ થવા જય રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં અત્યારે એક જ સવાલ છે કે કોરોના વાયરસનું સસક્રમણ કાબુમાં આવ્યું નથી ત્યારે હવે સરકાર ૩ મેં બાદ પણ લોકડાઉન લંબાવશે? અને આ મામલે હવે ગુજરાત માટે ચીંતાજન કહીશકાય એવા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર ગુજરાતીઓની લોકડાઉન ખુલવાની આશા પર પાણી ફેરવી નાંખે એવા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ મુજબ ઝોન પાડવામાં આવ્યા છે અને રાજ્યના દરેક જિલ્લાઓને સંક્રમણના આધારે અલગ અલગ ઝોનમાં મુકવામાં આવ્યા છે. સંક્રમણને ધ્યાનમાં લઈને જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને આજે ગુજરાતના ૯ જેટલા જિલ્લાઓને કેન્દ્ર સરકારે રેડ ઝોન જાહેર કરતા ગુજરાતમાં હવે લોકડાઉન ખુલવાની શક્યતાઓ ખુબ જ ઓછી થઇ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના રાજ્યોમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન દર્શાવ્યા છે જેમાં ગુજરાતના નવ જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ રેડ ઝોનમાં કર્યો છે. એવી જ રીતે ઓરેન્જ ઝોનમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. રાજ્યના ગ્રીન ઝોનમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા છે જેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકાનો સમાવેશ થાય છે.
આખા દેશમાં 130 જેટલા જિલ્લા રેડ ઝોનમાં આવી ચૂક્યાં છે. ઓરેન્જમાં 284 અને ગ્રીનમાં 319 જિલ્લા છે. એકાદ બે દિવસમાં ઝોન પ્રમાણે નવી ગાઇડલાઇન નક્કી થાય તેવી સંભાવના છે.
લોકડાઉનની વાત કરીયે તો રાજ્યના ૯ જિલ્લાઓ જયારે રેડ ઝોનમાં આવી ચુક્યા છે ત્યારે હવે રાજ્યમાં લોકડાઉન હટાવી લેવામાં આવે એ સંભવ નથી, પરંતુ સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રેડ ઝોનમાં લોકડાઉન લંબાશે જ્યારે ઓરેન્જમાં થોડી છૂટછાટ અપાશે પરંતુ ગ્રીન ઝોનમાં મોટા ફેરફારોને અવકાશ છે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે અમે લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવા માગીએ છીએ.
આમ રાજ્યમાં રેડ ઝોનમાં આવતા જિલ્લાઓમાં અને ખાસ તો અમદાવાદ સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં હમણાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહિ એવી શક્યતાઓ છે છતાં પણ એકન્દરા સરકાર ૩ મેં પહેલા નવી ગાઇડલાઇન જાહેર કરશે અને કાયા જિલ્લાઓને છૂટછાટ એસવી એ જાહેર કરશે ત્યારે જ આખી સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે, પરંતુ એ પહેલા ગુજરાતને લોકડાઉનમાંથી સંપૂર્ણ છૂટછાટ મળશે નહિ એ નક્કી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કેસની સંખ્યા, ડબલિંગ રેટ અને ટેસ્ટિંગના હિસાબથી જિલ્લાઓનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કયો જિલ્લો કયા ઝોનમાં આવે છે અને કેવી રીતે તેનાથી આગામી રણનીતિ બનાવવી જોઈએ.
નવા નિયમો અનુસાર, હવે જો કોઈ જિલ્લામાં 21 દિવસથી કોઈ કોરોના વાયરસનો નવો કેસ આવતો નથી, તો તેને ગ્રીન ઝોનમાં લાવવામાં આવશે, પહેલા આ સમય 28 દિવસનો હતો. 3 મે પછીના લિસ્ટ માટે 130 જિલ્લા રેડ ઝોન, 284 ઓરેન્જ ઝોન અને 319 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ પણ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લુરુ, અમદાવાદને રેડ ઝોનમાં રાખવામાં આવ્યું છે. તેના સિવાય મહારાષ્ટ્રના 14, દિલ્હીના 11, તમિલનાડુના 12, ઉત્તર પ્રદેશના 19, બંગાળે 10, ગુજરાતના 9, મધ્યપ્રદેશના 9, રાજસ્થાનના 8 જિલ્લા રેડ ઝોનમાં સામેલ છે.
બિહારના 20, ઉત્તર પ્રદેશના 36, તમિલનાડુના 24, રાજસ્થાનના 19, પંજાબના 15, મધ્યપ્રદેળના 19, મહારાષ્ટ્રના 16 જિલ્લા ઓરેન્જ ઝોનમાં સામેલ છે. જ્યારે અસમના 30, છત્તીસગઢના 25, અરૂણાચલ પ્રદેશના 25, મધ્યપ્રદેશના 24, ઓડિશાના 21, ઉત્તર પ્રદેશના 20, ઉત્તરાખંડના 10 જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.
જો એનસીઆરની વાત કરવામાં આવે તો, દિલ્હીના તમામ જિલ્લા રેડ ઝોનમાં છે, હરિયામાનું ગુરુગ્રામ ઓરેન્જ અને ફરીદાબાદ રેડ ઝોનમાં છે. ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર, મેરઠ, આગરા, સહારનપુર રેડ ઝોનમાં અને ગાજિયાબાદ, હાપુડ, શામલી ઓરેન્જ ઝોનમાં છે. આ તમામ જિલ્લામાં રાજ્યો અનુસાર સમય સમય પર ફેરફાર કરવામાં આવશે
Hits: 250