Uncategorised

ભારત દેશમાં ભલે બધુ થંભી ગયું હોયઃ રણમાં અગરિયાઓ આપણા માટે મીઠું પકવી રહ્યા છે..

20 દિવસથી ભારત દેશ બંધ છે અને હજી 15 કે વધુ દિવસ બંધ રહેવાનો છે. શહેરો-નગરો અને ગામોમાં ભલે બધુ થંભી ગયું

હોય પણ કચ્છના નાના રણમાં અગરિયાઓ (અગરરૂપી ખેતર કરીને મીઠું પકવતા શ્રમિકો) આજે પણ આપણા બધા માટે મીઠું પકવી રહ્યા છે.
ધોમધખતા ઉનાળામાં, ખુલ્લા રણમાં, ચામડી તતડાવી નાખે તેવી ગરમીમાં તેઓ મીઠું તૈયાર કરી રહ્યા છે. આપણને મીઠા વગર સહેજે ચાલતું નથી, કોઈ પણ વાનગીમાં આપણે સહજ રીતે તરત મીઠું નાખી દઈએ છીએ, પણ એ મીઠું ખરેખર કેવી યાતનાભરેલી મજૂરી, અનેક આપત્તિઓ, અનેક પડકારો અને તકલીફો વચ્ચે અગરિયાઓ તૈયાર કરે છે તેની આપણને કલ્પના પણ નથી હોતી.

ખારાઘોઢા (પાટડી-સુરેન્દ્રનગર પંથક) વિસ્તારના અગરિયા શ્રી ભરતભાઈ શાંતાભાઈ બામણિયાએ પોઝિટિવ મીડિયાને સેલફોનિક વાતમાં જણાવ્યું કે અત્યારે કચ્છના નાના રણમાં આશરે 2000 પરિવારો હશે, જેઓ મીઠું પકવી રહ્યા છે. અહીં કોરોના નથી કે પછી તેની કોઈ બીક પણ નથી. ભરતભાઈ કહે છે કે અમને કોરોનાની બીક નથી લાગતી પણ સીધુ-સામાન ખૂટે એટલે ગામમાં તે લેવા જઈએ ત્યારે પોલીસની બીક લાગે છે. તેમણે જણાવ્યું કે સરકારે રેશનિંગમાં બધાને જુદી જુદી વસ્તુઓનો પૂરવઠો આપ્યો છે.
ભરતભાઈએ જણાવ્યું કે ગયા વર્ષે એક થેલા મીઠાના (100 કિલોગ્રામ)ના 26 રૂપિયાનો ભાવ હતો જે આ વર્ષે ત્રણ રૂપિયા ઘટીને 23 રૂપિયા થઈ ગયો છે. અત્યારે અગરિયાના પરિવારો રણમાં જ છે. તેઓ રણમાં કામચલાઉં ઝૂંપડાં બાંધીને રહે છે. સુખદેવભાઈ પટેલના નેજા હેઠળ ગણતર સંસ્થા અગરિયાઓના ઉત્કર્ષ માટે વર્ષોથી અનેકવિધ પ્રવૃતિઓ કરે છે. ગણતર સંસ્થાનાં ડિરેકટર નિરૂપાબહેન શાહ કહે છે કે શાળાઓમાં અત્યારે રજા હોવાથી કેટલાંક બાળકો પરિવારજનો સાથે રણમાં છે, તો કેટલાંક ગામોમાં છે. અગરિયાઓની નિષ્ઠાને બિરદાવતાં તેઓ કહે છે કે વર્ષોથી તેઓ અનેક પ્રકારની હાડમારીઓ સાથે મીઠું પકવવાનું કાર્ય કરે છે અને આ સ્થિતિમાં પણ કરી રહ્યા છે.

ખરેખર, આવી જોખમી અને કપરી સ્થિતિમાં રણમાં આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા મીઠું પકવતા આ તમામ અગરિયાઓ, તેમને સાથ આપતી મહિલાઓ તથા પરિવારજનોને શત્ શત્ વંદન. તેમના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા ગણતરને સલામ.

(પોઝિટિવ મીડિયા માટે આલેખન રમેશ તન્ના 9824034475, અમદાવાદ)

Hits: 39

Ramesh Tanna

Recent Posts

Meyer Vitabiotics Makes History on World Osteoporosis Day, Secures Spot in Asia Book of Records

Mumbai (Maharashtra) [India], December 18: Meyer Vitabiotics, in celebration of International Osteoporosis Day on 20th October 2024, took a monumental… Read More

1 hour ago

London Organisation of Skills Development (LOSD) Hosts Landmark Transformational Event in the USA

New Delhi [India], December 17: The London Organisation of Skills Development (LOSD) recently concluded a groundbreaking event at the Science… Read More

1 hour ago

Manda Foundation Presents “Surmai Shaam” – An Enchanting Evening of Melodies Featuring Aviekal Kakkar

Mumbai (Maharashtra) [India], December 18: Leading this unforgettable evening was the exceptionally talented Aviekal Kakkar, whose mesmerizing vocals stole the… Read More

1 hour ago

Darinda: The Masked Maestro Rocking Every Beat, Every Street

Mumbai (Maharashtra) [India], December 18: Have you heard the buzz? Darinda, the masked sensation, has taken over the Indian music… Read More

1 hour ago

MSR Academia Collaborates with Couture Runway Week Season 7 as Industry Partner

New Delhi [India], December 18:  MSR Academia, a pioneer in fashion education, proudly partnered with the highly anticipated 7th Edition… Read More

1 hour ago

Pigeon India Opens First Pop-Up Store at Pacific Mall, Tagore Garden, Delhi

New Delhi [India], December 18: Pigeon India is excited to announce the opening of its very first pop-up store at… Read More

1 hour ago

This website uses cookies.