મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. 4 મેથી વધુ બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું છે. દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે. દેશમાં સૌ પ્રથમ 1 દિવસના જનતા કરફ્યુ બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 21 દિવસનું લોકડાઉન કરાયું હતું. તે પછીથી બીજા તબક્કામાં 19 દિવસનું લોકડાઉન અમલમાં કરાયું હતું છતાં વધતા જતા કેસો માટે વધુ 14 દિવસનું લોકડાઉન કરાયું હતું. 4 મેથી તે અમલમાં આવશે. દેશમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે લોકડાઉનને વધુ 15 દિવસ સુધી વધારવાની જાહેરાત કરી છે. જોકે ગૃહમંત્રાલયે ગાઈડલાઈન પણ જારી કરી છે. હવાઈ, રેલ, મેટ્રો સેવા બંધ રહેશે. સ્કુલ કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ તમામ ઝોનમાં બંધ રહેશે. જોકે ગ્રીન ઝોનમાં શરતો સાથે 50 ટકા બસ ચલાવવા મંજૂરી આપવામાં આવી છે. અને તમામ સેવાઓ શરૂ થશે. મોલ, થિયેટરો, જીમ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત તમામ બજારો 17 મે સુધી બંધ રહેશે.. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે. ત્યારે ગ્રીન ઝોન જાહેર કરાયેલા 319 જિલ્લામાં શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે..

- કોરોના સામેની લડાઈ આગળ વધી છે. જેને લઈ દેશમાં વધુ બે અઠવાડીયા સુધી લોકડાઉનનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે.
- ત્યારે હવે લોકડાઉન 3માં 4મેથી લઈ 17 મે સુધી દેશમાં લોકડાઉન રહેશે.
- જાન હેં તો જહાન હેંના સૂત્ર સાથે કામ કરતી સરકારે દેશમાં ફરી એક વખત દેશમાં લોકડાઉન 3 ની જાહેરાત કરી દીધી છે.
કોરોના સામેની લડાઈ લડવા માટે દેશમાં અગાઉ 40 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લોકડાઉન 2ની અવધી 3 મેના રોજ સમાપ્ત થતાં સમગ્ર દેશની નજર તેના પર હતી કે, 3 મે બાદ આખરે શું થશે. ત્યારે હવે આ બાબતને લઈ સૌથી મોટી ખબર હાલ આવી રહી છે. જે અંતર્ગત દેશમાં ફરી એક વખત 14 દિવસ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ 4400 જેટલા કેસો થયા છે
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 35000થી વધુ કેસો થયા છે અને કોરોના મહામારીને કારણે 1100થી વધુ લોકોના મોત થયા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારે વધુ બે સપ્તાહનો વધારો કરાયો છે. મહારાષ્ટ્રમાં પણ 10 હજારથી વધુ કેસ ોથયા છે તો ગુજરાતમાં પણ 4400 જેટલા કેસો થયા છે. દેશમાં 40 દિવસના લોકડાઉન બાદ વધુ 14 દિવસનું લોકડાઉન જાહેર થયું છે. નવા બે સપ્તાહનો 4 મેથી અમલ કરવામાં આવશે. દેશમાં હવે લોકડાઉન 17 મે સુધી લંબાવાયું છે. દેશમાં આ લોકડાઉનને કારણે કુલ 54 દિવસનું લોકડાઉન થયું છે.
દેશમાં 40 દિવસના લોકડાઉન બાદ વધુ 14 દિવસનું લોકડાઉન જાહેર થયું
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 35000થી વધુ કેસો થયા છે અને ોકોરના મહામારીને કારણે 1100થી વધુ લોકોના મોત થયા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારે વધુ બે સપ્તાહનો વધારો કરાયો છે. મહારાષ્ટ્રમાં પણ 10 હજારથી વધુ કેસ ોથયા છે તો ગુજરાતમાં પણ 4400 જેટલા કેસો થયા છે. દેશમાં 40 દિવસના લોકડાઉન બાદ વધુ 14 દિવસનું લોકડાઉન જાહેર થયું છે. નવા બે સપ્તાહનો 4 મેથી અમલ કરવામાં આવશે. દેશમાં હવે લોકડાઉન 17 મે સુધી લંબાવાયું છે. દેશમાં આ લોકડાઉનને કારણે કુલ 54 દિવસનું લોકડાઉન થયું છે.
કોરોના સંકટ અને લોકડાઉનને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ બેઠકમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી છે.
આ રીતે ખુલી શકે છે લોકડાઉન
લોકડાઉનનું લોક ખોલવા માટે સમગ્ર દેશને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, પરંતુ હવે ઝોનના સમીકરણ બદલાય ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 3 મે પછી કયા જિલ્લા રેડ ઝોનમાં છે, ક્યા ગ્રીન ઝોનમાં તેની એક યાદી તૈયાર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકડાઉન ખતમ થવાની તારીખ એટલે કે 3 મે પછીની લિસ્ટ માટે 130 જિલ્લા રેડ ઝોનમાં, 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 319 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ કરવામાં આવ્યાં છે. દેશના મેટ્રો શહેર રેજ ઝોનમાં જ રહેશે, જ્યાં કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો સૌથી વધુ છે. ગ્રીન ઝોન એટલે કે, તે ઝોન જ્યાં 21 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે નથી આવ્યાં. આ પહેલાં ગ્રીન ઝોન તે ઝોન હતો, જ્યાં 28 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા ન હતા. તેનું પરિણામ એ હશે કે ગ્રીન ઝોનમાં હવે વધુ જિલ્લાઓ હશે.
Hits: 87