કોરોના સંકટ બાદ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. તમામ અર્થશાસ્ત્રી આ વાત કહી રહ્યાં છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. ગત બે મહિનામાં કોરોના વાયરસના કારણે સ્થિતિ એટલી વિકટ બની ગઇ છે કે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થઇ ગયો છે. હકીકતમાં જે વસ્તુઓ માટે ભારત હંમેશા સંપૂર્ણ રીતે ચીન સહિત અન્ય દેશો પર નિર્ભર હતું. આજે તે જ ક્ષેત્રમાં ભારતે પોતાનો સિક્કો જમાવી લીધો છે. કોરોના વાયરસ ફેલાતા પહેલાં ભારત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કિટના સપ્લાય માટે વિદેશો પર આધારિત હતું કારણ કે ભારતમાં માર્ચ પહેલાં ક્લાસ-3 લેવલ પીપીઇ કિટ બનતી ન હતી.
પરંતુ હવે કોરોના વાયરસે ભારતને આત્મનિર્ભર બનાવી દીધું છે. ફેબ્રુઈર 2020 પહેલાં ભારતમાં સ્ટાન્ડર્ડ પીપીઇ કિટ બનતી ન હતી. આ વચ્ચે જ્યારે દુનિયામાં કોરોના વાયરસને કેર વધતો ગયો તો ભારતે પણ આ મુકાબલાની તૈયારીના ભાગરૂપે વિદેશથી 52 હજાર કિટ મંગાવી. પરંતુ જે ઝડપે કોરોનાના કેસ સામે આવ્યાં, આ વિદેશી પીપીઇ કિટ પણ ઓછી પડવા લાગી.
જણાવી દઇએ કે અમેરિકા, ચીન અને યુરોપિયવ દેશોમાં મોટાપાયે પીપીઇ કિટ તૈયાર કરવામાં આવે છે અને ભારત આ જ દેશોમાંથી પીપીઇ કિટ આયાત કરતું હતું. પરંતુ હવે ભારતમાં જ આંતરરાષ્ટ્રીય માપદંડોના પીપીઇ કિટ બનાવવામાં આવે છે. જો પ્રોડક્શનના આંકડાઓ જોઇએ તો આજે દુનિયામાં પીપીઇ કિટ બનાવવાના મામલે ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે.
ભારતમાં હાલ WHO સ્ટાન્ડર્ડ અનુસાર 106 મેન્યુફેક્ચરર પીપીઇ કિટ બનાવવાના કામમાં લાગેલા છે. આ ઉપરાંત દેશમાં ખૂબ જ ઓછા ખર્ચે અને સારી ક્વોલીટીની પીપીઇ કિટ તૈયાર કરવામાં આવી રહી છે. આ બધુ જ ગત બે મહિનામાં થયું છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં WHO તરફથી ભારતને પીપીઇ કિટ બનાવવા માટે લીલી ઝંડી મળી હતી.
આંકડાઓ અનુસાર ભારતમાં હાલ દરરોજ 1.7 લાખ પીપીઇ કિટ તૈયાર થઇ રહી છે અને દરરોજ 2 લાખ કિટ તૈયાર કરવાનો ટાર્ગેટ છે. હકીકતમાં ભારતમાં રેકોર્ડ સ્તર પર પીપીઇ કિટ બનાવવાનો ટાર્ગેટ ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીની આગેવાનીમાં હાસેલ થયો છે.
ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના મંત્રાલયના માધ્યમથી દેશમાં માસ્ક અને પીપીઇ કિટને લઇને તાત્કાલિક ધોરણે પગલાં લીધાં, અનેક ગારમેન્ટ અને જૂટ કંપનીઓને પીપીઇ કિટ બનાવવાની જવાબદારી સોંપી છે. તેના માટે વર્કશૉપનું પણ આયોજન કરવામાં આવ્યું.
આજની તારીખમાં ભારત એટલી પીપીઇ કિટનું નિર્માણ કરી રહ્યું છે કે તેની નિકાસ કરી શકાય. પરંતુ હાલ રેકોર્ડ પ્રોડક્શન થવા છતાં ટેક્સટાઇલ મંત્રાલયે પીપીઇ કિટના નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર જો કોરોનાના કેસ વધે તો દેશમાં જૂન સુધી 2 કરોડ પીપીઇ કિટની જરૂરિયાત ઉભી થઇ શકે છે.
જણાવી દઇએ કે બે મહિનાથી પણ ઓછા સમયમાં ભારતે પીપીઇ કિટ બનાવવામાં બીજુ સ્થાન હાંસેલ કરી લીધું છે. અનેક એરલાન્સ કંપનીઓ તરફથી સરકારને પીપીઇ કિટના ઓર્ડર મળ્યાં છે અને સાથે જ વિદેશથી પણ કિટની ડિમાન્ડ આવી રહી છે. ભારતમાં પીપીઇ કિટનો બિઝનેસ આશરે 7000 કરોડ રૂપિયાનો થઇ ગયો છે. આ ઉપરાંત જાણકારોના અનુસાર આવનારા દિવસોમાં વધુ ઝડપે દેશમાં આ બિઝનેસનો વિસ્તાર થશે.
Hits: 88
New Delhi [India], March 12: Kolkata recently witnessed two significant events centered around healthcare and the well-being of senior citizens,… Read More
Jaipur (Rajasthan) [India], March 12: CERA, a premier destination for luxury sanitaryware and bathroom solutions, proudly announces its grand opening… Read More
Bengaluru (Karnataka) [India], March 12: CMS IT Services, a global leader in digital transformation, has unveiled a new white paper… Read More
Bengaluru (Karnataka) [India], March 12: MiPhi Semiconductors Private Limited, a strategic joint venture between Micromax Informatics and Phison Electronics Corporation,… Read More
New Delhi [India], March 11: With regulatory measures encouraging the use of Sewage Treatment Plant (STP)-treated water, sanitation systems must… Read More
New Delhi [India], March 12: AISSMS COE’s Resonance Racing Secures All India Rank 2 at Edgeline Championship 2025 Pune, February… Read More
This website uses cookies.