સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા.
મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ 2 હજાર 300 જમાતીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત મળ્યા. આ પહેલા જ જમાતમાં સામેલ થયેલા ઘણા દેશોના લોકો 22 રાજ્યોમાં પહોંચી ગયા હતા. મરકઝના ચીફ મૌલાના સાદ અને અન્ય એકની વિરુદ્ધ મહામારીના અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં 3819 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે.
Views: 18