અમેરિકામાં મલેરિયાની દવાનો જથ્થો અને API અમેરિકા પહોંચ્યો
ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંઘુએ ટ્વીટ કરી સમાચાર આપ્યા
આ દાવાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે
અમેરિકામાં સ્થિત ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંઘુએ ટ્વીટ કરી કહ્યુ કે, કોવિડ-19ની વિરુદ્ધ લડાઈમાં અમે આપણા સહયોગીઓની મદદ કરી રહ્યા છે. ભારતથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો એક જથ્થો નેવાર્ક હવાઈ અડ્ડા પર પહોંચ્યો છે.’ ટ્રમ્પે ગત અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં મલેરિયાની દવાની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગણી કરી હતી. ઉલ્લેનીય છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન ભારતમાં થાય છે. ભારત દુનિયામાં 70 ટકા ઉત્પાદન કરે છે.
આ દવાનું પરિક્ષણ ન્યૂયોર્કમાં 1500થી વધારે લોકો પર કરવામાં આવ્યું છે. અમેરિકાના એક મહિલા સાંસદ પણ આનાથી સાજા થયા છે. અમેરિકાએ 29 મિલિયનથી વધારે આ દવા ખરીદી છે. અમેરિકા તથા ટ્રમ્પના સમર્થક અલ મૈસને કહ્યું છે કે, અમેરિકા ભારતનો આ માનવીય અભિગમ ક્યારેય નહીં ભૂલે.
Views: 61