શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે છે….   કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે. રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર 1લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે 1લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ 8મી જૂન સુધી ચાલુ નહીં થાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે  લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, ૬૫ વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય,  માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ. એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના 65 વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.

Hits: 227

News Team

Recent Posts

Jai Hind College’s BDS Students Bring Industry Leaders Together for Its Fest: Digital Nexus 2025

Mumbai (Maharashtra) [India], March 11: Jai Hind College, in partnership with IIDE – The Digital School, recently hosted Digital Nexus… Read More

2 hours ago

Caution Urged for Women Seeking Online Marriage Partners: Matrimonial Site Fraud Cases Double

New Delhi [India], March 10: Experts are warning women seeking life partners through matrimonial websites to be vigilant, as cases… Read More

2 hours ago

First International Aari Workers Conference 2025 Sets World Record with 5000+ Women Participants

Chennai (Tamil Nadu) [India], March 11: Virudhunagar, Tamil Nadu – March 9, 2025: In a groundbreaking event, Dr. Aravind Lakshminarayanan,… Read More

2 hours ago

Empowering Young Minds: Sinhgad Schools Introduce India’s 1st Mental Health Education by The Mind Sync

Pune (Maharashtra) [India], March 11: In a significant step towards addressing the mental well-being of students, Sinhgad Institutes have adopted The Mind Sync… Read More

2 hours ago

9th International Diabetes Summit – 2025 by Chellaram Diabetes Institute held in Pune – March 2025

Pune (Maharashtra) [India], March 11: India can develop indigenous low-cost medical equipment, molecules and therapies and give it to the… Read More

2 hours ago

Historic Aari Workers Conference 2025 Sets World Record with 5000 Plus Women

Virudhunagar (Tamil Nadu) [India], March 11: In a groundbreaking event, Dr. Aravind Lakshminarayanan, fondly known as Yoga Aravind, successfully organized… Read More

2 hours ago

This website uses cookies.