કોવિદ-૧૯ સામેના જંગલમાં અગ્રીમ મોરચે લડતા મુંબઈની હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો, નર્સો અને અન્ય મેડીકલ સ્ટાફને શારીરિક અને માનસિક બંને પ્રકારના ત્રાસનો સામનો કરવો પડે છે. મેડીકલ સ્ટાફને કેવા સંજોગોમાં ફરજ બજાવવી પડે છે એની કલ્પના કરી જુઓ. એમણે થરના થર વસ્ત્રો ચડાવીને એસી વિનાના રૂમમાં કોવિદ-૧૯ના દર્દીઓ વચ્ચે છથી આઠ કલાક ફરજ બજાવવી પડે છે. એમાં ક્યારેક એમને હાઈ રિસ્ક દર્દીઓ વચ્ચે રહીને પણ કામ કરવું પડે છે. ઉનાળાના ભેજવાળા હવામાનમાં તેમની તકલીફોમાં ઉમેરો થાય છે. તેઓ રૂમાલ કાઢીને પોતાનો પરસેવો પણ લુછી નથી શકતા. તેઓ ચેપ લાગવાની કાંઈ ખાઈ- પી પણ નથી શકતા. તરત લાગે તો પણ તેઓ પાણી નથી પી શકતા, જેથી એમને લઘુશંકા કરવા ન જવું પડે.
કોરોના હેલ્થ વર્કર્સે કરવો પડે છે આટલો સંઘર્ષ
ઘણાં હેલ્થકેર વર્કર્સ (એચસીડબલ્યુ એટલે કે મેડીકલ સ્ટાફ) માટે પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટ (પીપીઈ) પહેરીને એમાં ૬થી ૮ કલાક રહેવાનો સંઘર્ષ સેફટી ઈક્વિપમેન્ટ પહેરીને ગટરના મેન હોલમાં લાંબો વખત રહેવાના ત્રાસથી જરાય ઓછો નથી. દેહ પર ચડાવેલા સિન્થેટીક વસ્ત્રોના થર એમના અસુખમાં વધારો કરે છે. ‘પીપીઈ પહેરતી અને ઉતારતી વખતે તમને ચહેરાને ન અડવાની તાકીદ કરાય છે. જો તમે આઈસીયુ કે હાઈ-રિસ્ક વોર્ડમાં ફરજ પર હો તો આખા વોર્ડમાં ચેપ ફેલાઈ શકે છે. પીપીઈ સ્વીટ્સ એક તો પુરતી સંખ્યામાં મળતા નથી અને બીજુ, એ મોંઘા હોય છે. એટલે એને બગાડવાનું અમને પોસાય નહિ. અમારી શિફટ શરૂ થાય એ પહેલાં અમે ખાઈ- પી લઈએ છીએ અને લઘુશંકાએ જઈ આવીએ છીએ. તમે નહિ માનો પણ શિફટ શરૂ થયા પહેલા અમે પુરતા પાણી પણ નથી પી શકતા,’ એમ શહેરની એક જાણીતી હોસ્પિટલના એક રેસિડન્ટ ડોક્ટરે કહ્યું હતું. અધુરામાં પુરું, એક મોટી હોસ્પિટલમાં ડોક્ટરો માટે સારો ચેન્જિંગ રૂમ પણ નથી. વોર્ડ બોયને પીપીઈ સ્વીટસ અપાતા ન હોવાથર્ડોક્ટરો અને નર્સોએ એમના મેન્યુઅલ કામ પણ કરવા પડે છે.
એટલું જ નહિ, હોસ્પિટલોમાં કોવિદ અને નોન- કોવિદ વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટરોને જુદુ એકોમોડેશન પણ નથી અપાતું. એટલે કોવિદના ડોક્ટરોની સારવાર કરતા ડોક્ટરોને પોતાના બીજા મિત્રોમાં ઈન્ફેકશન ફેલાવાનો ભય સતાવ્યા કરે છે. શિફટ પુરી થયા પછી ડોક્ટરો ગમે તેટલા થાક્યા હોય તો પણ પોતાના કપડાં ધોવે પડે છે અને રૂમ સાફ કરવી પડે છે. ડોક્ટરો માટે ઘરનું ભોજન તો એક લકઝરી જ છે. વળી, ક્યારેક મોડું થાય તો હોસ્પિટલની કેન્ટીન પણ બંધ થઈ જાય છે અને એમણે ભૂખ્યા સુઈ જવું પડે છે. તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ પુરતી કાળજી લઈ નથી શકતા. કદાચ એટલે જ ૧૬૦ જેટલો મેડીકલ સ્ટાફ કોરોનામાં પટકાયો છે.
Hits: 126
Mumbai (Maharastra) [India],November 8: Shael Oswal Unveils “Rabba Kare” Featuring Urvashi Rautela – A Grand Romantic Anthem Set to Dominate… Read More
Bengaluru (Karnataka) [India] November 8: Kennametal India Limited concluded Q1 FY25, ended September 30, 2024, registering sales of ₹ 2,704… Read More
New Delhi [India] November 8: Paying electricity bills on time is necessary to have a continuous power supply to your… Read More
Mumbai (Maharastra) [India],November 8: Photoquip, one of India’s premier lighting innovators, made waves at this year’s Broadcast India (BI) 2024… Read More
New Delhi [India] November 8: A webinar addressing “The Evolving Role of Indians in the Global Economy” was organized by… Read More
New Delhi [India] November 8: Powered by Billeasy and Route Mobile, L&T Hyderabad Metro commuters will now be able to… Read More
This website uses cookies.