ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની (મ્યૂટેટ)ની ક્ષમતા ઝડપી છે, અત્યાર સુધી તેની આ ખાસિયત પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. ચીનમાં 11 દર્દીઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં આ વાઈરસનું સૌથી ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું છે. પ્રો. લાંજુઆન ચીનના જાણીતા વૈજ્ઞાનિક છે. તેઓ પહેલા વૈજ્ઞાનિક છે જેમણે કહ્યું હતુ કે, વુહાનથી દુનિયાભરમાં મહામારી ફેલાઈ શકે છે અને અહીં લોકડાઉન કરવું સૌથી જરૂરી છે.
રિસર્ચની 3 મુખ્ય વાતો
ચીનના દર્દીઓમાં મળ્યો ઘાતક સ્ટ્રેનઃ પ્રો. લાંજુઆનના જણાવ્યા પ્રમાણે, લેબમાં જે કોરોનાવાઈરસનું સ્વરૂપ જોવા મળ્યું, તે અત્યાર સુધી શોધવામાં આવેલ બીજા સ્ટ્રેન કરતા જોખમી છે. કોરોનાવાઈરસ ઝડપથી બદલાય છે અને સંક્રમણની રીત પણ. સંશોધનકારોને આ વાતની જાણકારી ત્યારે મળી જ્યારે તેઓ ચીનના હોન્ગઝાઉ પ્રાંત કોરોનાથી સંક્રમિત દર્દીઓ પર રિસર્ચ કરી રહ્યા હતા.
નવા સ્ટ્રેન યુરોપમાં જોવા મળતા કોરોના જેવા લાગે છે: સંશોધકોએ દર્દીના શરીરમાંથી કોષો લીધા અને તેના પર વાઈરસના નવા સ્ટ્રેનની અસર જોઈ. તેમને જાણવા મળ્યું કે વાઈરસના આ સ્ટ્રેન સંક્રમણ ઉપરાંત મૃત્યુનું કારણ પણ બની શકે છે. રિસર્ચમાં સામેલ 11 દર્દીઓ પર વાઈરસના જે સ્ટ્રેન મળ્યા છે તે યુરોપમાં જોવા મળતા કોરોનાના સ્ટ્રેન જેવા જ છે. એક બીજો સ્ટ્રેન મળ્યો જે ઓછો જોખમી છે. તે અમેરિકામાં કોરોનાના સૌથી ઓછા સંક્રમિત ક્ષેત્રમાં જોવા મળતા સ્ટ્રેન જેવા છે.
વેક્સિન અને સ્ટ્રેન બંનેને સમજવા જરૂરીઃ રિસર્ચની ટીમના જણાવ્યા પ્રમાણે, વેક્સિન તૈયાર કરવાનું જેટલું મહત્ત્વનું છે, એટલું મહત્ત્વનું તેના બદલતા સ્વરૂપોની અસરને કારણે જે અસર થાય છે તે સમજવાનું છે. દુનિયાભરમાં આ વાઈરસની સૌથી ખરાબ અસર, અમેરિકા, બ્રિટેન, ઈટાલી અને સ્પેનમાં થઈ છે. જર્મની અને ન્યુઝીલેન્ડ એવા દેશોમાં સામેલ છે જ્યાં સંક્રમણના કેસ ઓછા મળ્યા છે તો બીજી તરફ સ્વીડનમાં સંક્રમણ અને મૃત્યુ બંનેના ઓછા કિસ્સા નોંધાયા છે.
ભારતમાં કોરોનાવાઈરસ સિંગલ મ્યૂટેશનમાં છે
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચના નિષ્ણાત ડો. સી એચ મોહન રાવના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાવાઈરસ સિંગલ મ્યૂટેશનમાં છે. તેનો અર્થ એ થયો છે કે કોરોનાવાઈરસ તેનું સ્વરૂપ બદલી નથી રહ્યો. જો તે સિંગલ મ્યૂટેશનમાં રહેશે તો જલ્દી નષ્ટ થવાની સંભાવના છે. જો વાઈરસનું મ્યૂટેશન બદલાય છે તો જોખમ વધશે અને વેક્સિન શોધવામાં મુશ્કેલી થશે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકારોએ કોરોનાના ત્રણ સ્ટ્રેન શોધ્યા
ચીનથી પહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકારોએ કોરોનાવાઈરસના એવા 3 સ્ટ્રેન શોધી કાઢયા જેને સમગ્ર દુનિયામાં સંક્રમણ ફેલાવ્યું. તેને ટાઈપ-1, બી અને સી નામ આપવામાં આવ્યું છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત થયેલા મનુષ્યમાંથી વાઈરસના 160 જીનોમ સિક્વન્સનું રિસર્ચ કર્યું. આ સીક્વેન્સ વુહાન નહીં પણ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ફેલાય રહેલા કોરોનાવાઈરસથી અમુક હદ સુધી મળતા આવે છે. આ વાઈરસના એ સ્ટ્રેન હતા જે ચામાચીડિયાથી ફેલાયેલા કોરોનાવાઈરસથી મળ્યા હતા. રિસર્ચની ટીમે 24 ડિસેમ્બર 2019થી 4 માર્ચ 2020ની વચ્ચે દુનિયાભરના સેમ્પલ લઈને ડેટા તૈયાર કર્યો. નવા કોરોનાવાઈરસના ત્રણ પ્રકાર મળ્યા જે એક બીજા જેવા હોવા છતાં અલગ હતા.
ટાઈપ A: આ કોરોનાવાઈરસનું વાસ્તવિક જીનોમ હતુ, જે વુહાનમાં રહેલ વાઈરસમાં છે. તેનું મ્યૂટેશન થયું અને તે લોકો સુધી પહોંચ્યો જે અમેરિકન વુહાનમાં રહેતા હતા. અહીંથી પરત ફરેલા અમેરિકી અને ઓસ્ટ્રેલિયાના લોકોએ આ વાઈરસ તેમના દેશોમાં ફેલાયો.
ટાઈપ B: પૂર્વ એશિયાના દેશોમાં કોરોનાવાઈરસનું આ સ્ટ્રેન સૌથી વધારે ફેલાયું. જો કે, આ સ્ટ્રેન એશિયાથી નીકળીને અન્ય દેશો સુધી નથી પહોંચ્યુ.
ટાઈપ C: આ સ્ટ્રેન ખાસ કરીને યુરોપિયન દેશોમાં જોવા મળે છે. તેની શરૂઆતના દર્દી ફ્રાન્સ, ઈટાલી, સ્વીડન અને ઈંગ્લેન્ડમાં મળ્યા હતા. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ વાઈરસ જર્મનીથી ઇટાલી પહોંચ્યો હતો અને જર્મનીમાં તે સિંગાપોરના લોકો દ્વારા ફેલાયો હતો.
Hits: 25
Mumbai (Maharastra) [India],November 8: Shael Oswal Unveils “Rabba Kare” Featuring Urvashi Rautela – A Grand Romantic Anthem Set to Dominate… Read More
Bengaluru (Karnataka) [India] November 8: Kennametal India Limited concluded Q1 FY25, ended September 30, 2024, registering sales of ₹ 2,704… Read More
New Delhi [India] November 8: Paying electricity bills on time is necessary to have a continuous power supply to your… Read More
Mumbai (Maharastra) [India],November 8: Photoquip, one of India’s premier lighting innovators, made waves at this year’s Broadcast India (BI) 2024… Read More
New Delhi [India] November 8: A webinar addressing “The Evolving Role of Indians in the Global Economy” was organized by… Read More
New Delhi [India] November 8: Powered by Billeasy and Route Mobile, L&T Hyderabad Metro commuters will now be able to… Read More
This website uses cookies.