કોરોના વાઇરસની માહમારી થમવાનુ નામ નથી રહીં ત્યારે બિમારીથી પીડીતા લોકોની સહનશીલતા હવે ઓછી થવા માંડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના દર્દીએ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના બાથરૂમમાં પોતાની જાતેજ કાંચ વડે પેટમાં ઉપરા-છાપરી ઘાં ઝીંકી મોતને વ્હાલુ કરી લીધું હતુ. જોકે બનાવને પગલે સયાજી હોસ્પિટલના સત્તાધીશો અને પોલીસ દોડતી થઇ હતી.
બનાવ અંગેની હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કરજણના હાન્ડોડ ગામે રહેતા 35 વર્ષીય યુવકને છેલ્લા ઘણા સમયથી તાવ, શરદી, ખાસી અને કફની તકલીફ શરૂ થઇ હતી. જોકે આ તમામ કોરોના વાઇરસના લક્ષ્ણો છે. દરમિયાન તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલીક ધોરણે પરિવારજનો તેણે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યાં હતા.
હોસ્પિટલમાં તબીબો દ્વારા 35 વર્ષીય યુવકની પ્રાથમિક તપાસ કરતા કોવિડ-19ના તમામ લક્ષ્ણો જોવા મળ્યાં હતા. જોકે યુવકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોવાથી તેને હોસ્પિટલમાંના મેડિકલ નર્સિંગ હોમના કોવિડ-19 આઇસોલેશન વોર્ડમાં ગત મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શ્સાવ લેવાની અસહ્ય પીડાથી યુવક કંટાળ્યો હતો. તેવામાં આઇસોલેશન વોર્ડના બાથરૂમમાં જઇ યુવકે કાંચની બારી તોડી અને પોતાના શરીરી પર જાતેજ ઉપરા-છાપરી કાંચના ઘા ઝીંકી દીધા હતા. જોકે થોડા સમય સુધી બાથરૂમમાં ગયેલો યુવક બહાર ન આવતા આઇસોલેશન વોર્ડના સ્ટાફે દરવાજો ખખડાવાતા યુવક લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તબીબઓ તાત્કાલીક તેની સારવાર શરૂ કરી અને બીજી તરફ તેના ભાઇને બનાવની જાણ કરી હતી.
સ્થળ પર પહોંચેલા યુવકના ભાઇએ ઇજાગ્રસ્ત ભાઇને ખૂબ જ સમજાવાનો પ્રયાસ કર્યો કે, ભાઇ તને કંઇ નહીં થાય બધુ સારૂ થઇ જશે, તું બસ બસ ખાલી હિમ્મત રાખ…. આટલુ સાંભળી 35 વર્ષીય યુવકે અંતિમ શ્વાસ લીધો હતો.
Hits: 165
Hisar (Haryana) [India], May 30: A dynamic and inspiring seminar drew more than 500 participants at Midtown Grand, Hisar, this… Read More
New Delhi [India], May 31: ITCONS E-Solutions Ltd., a leading New Delhi-based player in India’s Staffing and Human Resource Solutions… Read More
Kanpur (Uttar Pradesh) [India], June 2: The grand launch of the Kanpur Metro Phase 2, inaugurated by Hon’ble Prime Minister… Read More
New Delhi [India], June 2: capitalCORN, a boutique fundraising advisory firm, proudly announces its successful advisory role in the ₹5… Read More
Mumbai (Maharashtra) [India], June 2: Syncom Formulation ( India ) Ltd , a Speciality Pharmaceutical Formulation company Today reported its… Read More
New Delhi [India], June 2: At just 17, Ojas Bansal is building what most won’t even dream of until they’re… Read More
This website uses cookies.