Breaking News

BREAKING : સુરતમાં આજ રાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

કોરોનાના પગલે હાલ લોક ડાઉન છે. લોકડાઉનમાં પણ લોકો ખોટા બહાના કાઢીને ઘરેથી વાહનો લઈને રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનરે પણ તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકી દીધો છે. માત્ર આવશ્યક સેવા આપતા વાહનો અને મીડિયાના વાહનોને છૂટ આપવામાં આવી છે.

14મી સુધી ખાનગી વાહનોની અવરજવર બંધ

પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટે જાહેર કરેલા જાહેરનામા અંતરગ્ત આજ મધ્યરાત્રિ 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં વધતા પોઝિટિવ કેસોને લઈને ભીડભાડ ન થાતય અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. લોકો ખોટા બહાના કાઢીને પોતાના વાહનો લઈને રસ્તા પર નીકળી જતા હતા જે આ જાહેરનામા બાદ અટકી જશે.આવશ્યક સેવાઓ આપતા વાહનોને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

188 મુજબ કાર્યવાહી થશે

પોલીસ કમિશનરે જાહેરાનામાં જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામોનો ભંગ કરનાર સામે કોન્સ્ટેબલથી લઈને ઉપરી અધિકારીઓ 188 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

Views: 41

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *