એલેમ્બિક જૂથ દ્વારા કપુરાઇ ગામ, કરોડિયા,કલ્યાણ નગર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી કરાઇ.
વડોદરામાં આવેલા વિનાશક પુર માં ફસાયેલા લોકો ની મદદ કરવા સહુ કોઈ એ પોતાની રીતે પ્રયાસ કર્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસો થી રાહત કામગીરીમાં કાર્યરત એલેમ્બિક જૂથ દ્વારા આજરોજ કલ્યાણ નગર, કપુરાઇ , લક્ષ્મીપુરા, કરોડિયા અને ગોરવા સહિત ના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
એલેમ્બિક ફાઉન્ડેશન જ નહિ એલેમ્બિક જૂથની શાળાઓ, તેમના કમૅચારીઓ અને એલેમ્બિક કંપનીના કર્મચારીઓએ વડોદરાવાસીઓની વહારે પહોંચ્યા હતા.
જેમાં કપુરાઇ ગામ માં ૩૫૦ થી વધુ ફૂડ પેકેટ, સુકો નાસ્તો , દૂધ , પાણી સહિત સામગ્રીઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત એલેમ્બિક જૂથ ની શાળાઓ દ્વારા કરોડિયા ગામ, ગોરવા, લક્ષ્મીપુરા સહિત વિસ્તારોમાં પાણી વચ્ચે પહોંચી ૫૦૦ થી વધુ લોકોને ફૂડ પેકેટ, સુકો નાસ્તો, પાણી પહોંચાડ્યું હતું.
આ સિવાય સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ માં ટકી રહેલા કલ્યાણ નગર , ફતેગંજ, વિસ્તારમાં પણ ફૂડ પેકેટ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોચાડવામાં આવી હતી.
આ ઉપરાંત એલેમ્બિક જૂથ માં નોકરી કરતા જે કમૅચારીઓ ફસાઈ ગયા હોય , તેવા કમૅચારીઓ સુધી પાણી, ભોજન, દૂધ પહોચાડવા માટે કમૅચારીઓ અને એચ. આર ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ તમામ રાહત કાર્યો માટે એલબિક જૂથ ના દરેક કર્મચારીઓએ પોતાના થી બનતું બધું યોગદાન અને શ્રમદાન આપવામાં આવ્યું હતું. જ્યારે ૨૫૦થી વધારે કમૅચારીઓ છેલ્લા બે દિવસથી સતત આ સેવાયજ્ઞમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦૧૯માં આવેલા પુર માં એલેમ્બિક જૂથ દ્વારા ૫હજાર થી વધારે લોકોને ખાણી પીણી નો સામાન પહોચાડવામાં આવ્યો હતો.
Hits: 6
New Delhi [India], February 20: OTB Strategy is an out-of-the-box integrated marketing communication agency creating waves in the industry through continuous… Read More
Ahmedabad (Gujarat) [India], February 20: Jay Ambe Property Solutions (JAPS) inaugurated a new high-end experience branch in the prestigious Sindhu… Read More
London [UK], February 21: In a moment of pride and recognition, Sandeep Marwah, an eminent figure in global media, arts, and… Read More
New Delhi [India], February 21: The song Maahi Tu from the popular short film Mayavi Laila has been receiving immense… Read More
New Delhi [India], February 21: In a densely populated nation like India, delivering personalized healthcare demands extraordinary commitment. Despite the… Read More
New Delhi [India], February 20: WoCO (World of Cool Offices), a boutique workspace development company, has launched a luxurious commercial… Read More
This website uses cookies.