ગુજરાતનું કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિત 19 દર્દીના મોત થયા છે અને આ તમામ અમદાવાદના હતા. આ પહેલા રવિવાર 26 એપ્રિલે પણ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર તમામે તમામ 18 દર્દીઓ અમદાવાદના હતા. આજના કોરોનાના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 181 અને અમદાવાદમાં 128 થયો છે. આજે અમદાવાદમાં જે તમામ કોરોના દર્દીના મોત થયા છે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. તો કોરોના મૃત્યુઆંકના મામલે સુરત અને વડોદરાનો નંબર આવે છે. સુરતમાં અત્યાર સુધી કોરોનાથી 19 અને વડોદરામાં 13 લોકોના મોત થયા છે. આજે રાજ્યમાં 226 નવા પોઝિટિવ કેસ જેમાં અમદાવાદના 164 કેસ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 164 નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 15. સુરતમાં 14, રાજકોટમાં 9 અને આણંદમાં 9 કેસ નોંધાયા છે. આજના નવા કેસ સાથે હવે રાજયમાં કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 3774 થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 181 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 434 દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં, દેશમાં બીજા ક્રમે અમદાવાદ એ ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયુ છે અને મુંબઇ બાદ દેશમાંથી સૌથી વધારે સંક્રમિત દર્દીઓના મામલે બીજા ક્રમે આવી ગયુ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 164 નવા પોઝિટિવ કેસ સામે આવતા હવે શહેરમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધે 2543 પહોંચી ગઇ છે. તો અન્ય મહાનગરોમાં વડોદરામાં અત્યાર સુધી કુલ 255 કેસ, સુરતમાં 570 કેસ, રાજકોટમાં 55 અને ભાવનગરમાં 41 કેસ નોંધાયા છે.
Hits: 279
Lucknow (Uttar Pradesh) [India], December 20: Magnum Educorporates, a training institute based in Lucknow, proudly announces its commitment to transform… Read More
Ahmedabad (Gujarat) [India], December 21: Citizen Concierge, a premier immigration and relocation consultancy, made an impactful debut in India by… Read More
Hyderabad (Telangana) [India], December 21: In a stimulating exchange of ideas, Ignite IAS Academy hosted a spirited debate on the… Read More
New Delhi [India], December 21: Whispering Earth’s MyEcoTour has been awarded the coveted MSME INDIA 5000 Award for the year… Read More
New Delhi [India], December 21: A-THON ALLTERRAIN arrives at VROOM’s 11th Edition Drag Meet with the ASHVA 4×4 and ASHVA 6×6—machines engineered… Read More
Patiala (Punjab) [India], December 21: Thapar Institute of Engineering & Technology (TIET), recognized as one of India’s premier institutions, announces… Read More
This website uses cookies.