Breaking News

વધુ નવા 11 કેસો મળી અમદાવાદમાં સૌથી વધુ 64 પોઝિટિવ કેસો થયા

CORONA UPDATE : AMCએ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ જારી કર્યું

કાલુપુર-દરીયાપુરમાં દિલ્હી- રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ

કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ 64 કેસો અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન આજે સામે આવેલા 11 દર્દીઓના નામ સરનામા સહિતની વિગતો જારી કરી હતી.

(નોંધઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી આ યાદી જાહેર જનતાના હિત માટે અહીં આપવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી વ્યક્તિ સરકારને તરત જાણ કરે એ કોર્પોરેશનનો અને દિવ્ય ભાસ્કરનો મૂળ આશય છે. જેનાથી અમદાવાદની પ્રજાનું હિત જોખમાય નહીં.)

ટ્રાવેલ હિસ્ટ્રી અને મરકઝ કનેક્શનના કેસો વધારે


આજે નોઁધાયેલા 11 પૈકી 10 કેસોમાં દર્દીઓ રાજસ્થાનના ઝૂંઝનુ અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ તબલીઘ જમાતના કનેક્શન ધરાવતા કેસો વધારે નોઁધાયા હોવાનું જણાવ્યું હતું.

Views: 262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *